શું કપિલ શર્માનો શો જૂનમાં સમાપ્ત થઈ રહ્યો છે? આવો જાણીએ કપિલ શર્માનું શું કહેવું છે

શું કપિલ શર્માનો શો જૂનમાં સમાપ્ત થઈ રહ્યો છે? આવો જાણીએ કપિલ શર્માનું શું કહેવું છે

04/17/2023 Glamour

SidhiKhabar

SidhiKhabar

શું કપિલ શર્માનો શો જૂનમાં સમાપ્ત થઈ રહ્યો છે? આવો જાણીએ કપિલ શર્માનું શું કહેવું છે

'કપિલ શર્મા શો' સાથે જોડાયેલ નાનામાં નાની વાતો પણ હેડલાઇન્સ બની જતી હોય છે. નવી સિઝનની શરૂઆતથી જ કલાકારોની એન્ટ્રી અને એક્ઝિટથી લઈને શોના સમાપન સુધી પ્રેક્ષકો 'કપિલ શર્મા શો'માં ખુબ જ રસથી ભાગ લે છે. તાજેતરની ચર્ચા એવી છે કે સ્ટેન્ડ-અપ કોમેડી શોની ચાલી રહેલી ચોથી સિઝન જૂનમાં પૂરી થશે. સ્વાભાવિકપણે કપિલના શોના ચાહકો આવી વાતોથી નિરાશ થાય છે


કપિલનું આ બાબતે શું કહેવું છે?

કપિલનું આ બાબતે શું કહેવું છે?

આ સંદર્ભમાં કપિલ શર્માએ કહ્યું,'હજુ સુધી કંઈ ફાઇનલ નથી. જુલાઈ મહિનામાં લાઇવ ટૂર માટે અમારે યુએસએ જવાનું છે. પણ હજી સમય છે એટલે તે સમયે શું કરવું તે જોઈશું.

એપ્રિલ 2016થી 'ધ કપિલ શર્મા શો' નોનસ્ટોપ ચાલી રહ્યો છે અને સપ્ટેમ્બર 2022માં એની ચોથી સીઝન શરુ થઇ હતી છે. જેને ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ સીઝન દરમ્યાન કૃષ્ણા અભિષેકની સંભવિત વાપસી પણ ખુબ ચર્ચામાં રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ કૃષ્ણા અભિષેકે નાણાકીય મતભેદોને કારણે સીઝન છોડવાનું પસંદ કર્યું હતું. કૃષ્ણાના 'ધ કપિલ શર્મા શો'માંથી બહાર નીકળવાના સમાચારની સાથે જ શોના આયોજકો દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે,'મેકર્સ અને કૃષ્ણાએ સમસ્યાઓને સમજી તેના નિવારણ માટે બનતા પ્રયાસો કર્યા છે. જેમાંની મુખ્ય સમસ્યા કૃષ્ણાની ફી હતી. આખરે નાણાકીય મતભેદોએ કૃષ્ણાને 'ધ કપિલ શર્મા શો' છોડવાની ફરજ પડી.

કપિલ શર્મા કે જેણે 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ-સીઝન 3', 'હંસ બલિયે' અને 'કોમેડી સર્કસ' જેવા નોન-ફિક્શન શોમાં સહભાગી તરીકે શરૂઆત કરી હતી. આજે કપિલની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઈ છે. 'ધ કપિલ શર્મા શો'નો ચહેરો હોવા ઉપરાંત કપિલને ટેલિવિઝનના કોમેડિયન તરીકે ગણવામાં આવે છે. તેણે કિસ કિસકો પ્યાર કરું (2015), ફિરંગી (2017) અને તાજેતરમાં રિલીઝ થયેલી ઝ્વિગાટો સહિત કેટલીક ફિલ્મો પણ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top