આતંકવાદી મસૂદ અઝહર જીવિત છે કે નર્કમાં સિધાવી ગયો? જૈશ-એ-મોહમ્મદે આપ્યા પુરાવા

આતંકવાદી મસૂદ અઝહર જીવિત છે કે નર્કમાં સિધાવી ગયો? જૈશ-એ-મોહમ્મદે આપ્યા પુરાવા

01/09/2025 World

SidhiKhabar

SidhiKhabar

આતંકવાદી મસૂદ અઝહર જીવિત છે કે નર્કમાં સિધાવી ગયો? જૈશ-એ-મોહમ્મદે આપ્યા પુરાવા

Masood Azhar News: ભારતનો દુશ્મન આતંકવાદી મસૂદ અઝહર જીવિત છે કે મરી ગયો? આ પ્રશ્ન દરેકના મનમાં છે. તેને તાજેતરમાં હાર્ટએટેક આવ્યો હતો. પાકિસ્તાનની એક હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે તે જીવિત છે કે મરી ગયો છે, તેના પુરાવા આપ્યા છે. જૈશે એક ઓડિયો સામે આવ્યો છે. તેનો હેતુ તેના આતંકવાદીઓને જણાવવાનો છે કે તેમનો ચીફ અઝહર જીવિત છે કે મરી ગયો. પરંતુ તેમાં પણ એક વિસંગતતા હોય તેવું લાગે છે.

કુખ્યાત આતંકવાદી નેતા મસૂદ અઝહરને ગયા મહિને અફઘાનિસ્તાનમાં હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક બાદ, મસૂદ અઝહરને ઇસ્લામાબાદથી રાવલપિંડીની લશ્કરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી, મસૂદ અઝહર વિશે તેના આતંકવાદી સંગઠન સાથે જોડાયેલ એકાઉન્ટ કે અન્ય કોઇ એકાઉન્ટ પર ચર્ચા થઈ નહીં. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ ચેતવણી જાહેર કરી હતી કે મસૂદ અઝહરના સ્વાસ્થ્યને ગુપ્ત રાખવામાં આવે. આ અંગે કોઈપણ પ્રકારનું નિવેદન કે પોસ્ટ જાહેર ન કરવી.


ઑડિયોમાં શું વિસંગતતા?

ઑડિયોમાં શું વિસંગતતા?

હવે, થોડા દિવસની શાંતિ બાદ, અચાનક તેના સંગઠન જૈશ-એ-મોહમ્મદના એકાઉન્ટ્સે મસૂદ અઝહરનો એક નવો ઓડિયો બહાર પાડ્યો છે. આ ઓડિયો દ્વારા આતંકવાદી સંગઠને બધાને કહી દીધું છે કે મસૂદ અઝહર હજુ મર્યો નથી. તે હજુ જીવિત છે. આમાં મસૂદ અઝહર કથિત ગર્લ્સ યુનિવર્સિટીને સંબોધિત કરી રહ્યો છે. આ ઓડિયોમાં તે મહિલાઓ અને છોકરીઓને જેહાદ અને કુરાન સંબંધિત જ્ઞાન આપી રહ્યો છે.

મસૂદ અઝહરના આ ઓડિયોમાં મોટી વિસંગતતા છે. પહેલાના ઓડિયો અને હાલના ઓડિયોમાં ફરક છે. પહેલાના ઓડિયોમાં તે બૂમો પાડતો અને જુસ્સાદાર અવાજમાં ભાષણો આપતો હતો. તે લોકોને જેહાદ વિશે એટલી ઉત્સાહી રીતે સમજાવતો હતો કે યુવા મુસ્લિમો ચોક્કસ કેટલાક અંશે પ્રભાવિત થતા હતા.


ઑડિયોનો હેતુ જાણો

ઑડિયોનો હેતુ જાણો

પરંતુ આ નવા ઓડિયોમાં, મસૂદ અઝહર બૂમો પાડી રહ્યો નથી પરંતુ શાંતિથી પોતાનો ઉપદેશ આપી રહ્યો છે. આ ઓડિયોનો હેતુ કદાચ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો તેના આતંકવાદીઓને સંદેશ આપવાનો છે કે મસૂદ અઝહર હજુ મર્યો નથી. મસૂદ અઝહરના સ્વાસ્થ્યને લઈને પોતાના આતંકવાદી સંગઠનમાં વિવિધ વાતો ચાલી રહી હતી. આ બધી બાબતોનો અંત લાવવા માટે કદાચ આ ઓડિયો રીલિઝ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મસૂદ અઝહર હજુ પણ પાકિસ્તાનની એક લશ્કરી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top