એક સમયના કટ્ટર દુશ્મન રશિયા અને તાલિબાન વચ્ચે હવે પાકી દોસ્તી? રશિયાનું આ પગલું અમેરિકાની ઊંઘ હ

એક સમયના કટ્ટર દુશ્મન રશિયા અને તાલિબાન વચ્ચે હવે પાકી દોસ્તી? રશિયાનું આ પગલું અમેરિકાની ઊંઘ હરામ કરી નાખશે!

07/04/2025 World

SidhiKhabar

SidhiKhabar

એક સમયના કટ્ટર દુશ્મન રશિયા અને તાલિબાન વચ્ચે હવે પાકી દોસ્તી? રશિયાનું આ પગલું અમેરિકાની ઊંઘ હ

Afghanistan news: જ્યારે રશિયાનું વિઘટન નહોતું થયું અને સોવિયેત રશિયાનો જમાનો હતો, ત્યારે અફઘાનિસ્તાન દેશ રશિયા અને અમેરિકા વચ્ચેની યુદ્ધભૂમિ બી ચૂક્યો હતો. સોવિયેત યુનિયને અફઘાનિસ્તાનમાં પોતાની સેના મોકલી. એની સામે અમેરિકાએ પાકિસ્તાનની મદદથી મુજાહિદ્દીન તૈયાર કર્યા. રશીયાન્ન સેના ત્યાંથી હટી ગઈ એ પછી અફઘાનિસ્તાન આ ક્ત્ત્ર્વાદીઓના હાથમાં જઈ પડ્યું. વર્લ્ડ ટ્રેડ ટાવર પર આતંકવાદી હુમલા પછી અમેરિકા અફઘાનિસ્તાનમાં પાછું ફર્યું. તાલિબાનની સરકાર અમેરિકાએ ઉથલાવી પણ લાંબો સમય કબજો જમાવી રાખવામાં અમેરિકા નિષ્ફળ રહ્યું. આખરે 2020માં બાઇડન પ્રશાસને અમેરિકન સેના પરત બોલાવી લીધી, એ સાથે જ અફઘાનિસ્તાન પર ફરી એક વાર તાલિબાનનો કબજો થઇ ગયો. પરંતુ વિશ્વસ્તરે તાલીબાની શાસનને હજી સુધી મંજૂરી મળી નથી.


અન્ય દેશો શા માટે તાલીબાની શાસનને સ્વીકૃતિ નથી આપતા?

અન્ય દેશો શા માટે તાલીબાની શાસનને સ્વીકૃતિ નથી આપતા?

મહિલાઓ અંગેની નીતિ અને મહિલાઓ પરના પ્રતિબંધોને કારણે તાલિબાન સરકાર વૈશ્વિક મંચ પર અલગ પડી ગઈ છે. જોકે તાલિબાને 1996થી 2001 સુધીના તેમના પહેલા શાસન કરતાં વધુ ઉદાર શાસનનું વચન આપ્યું હતું, પરંતુ 2021માં સત્તા સંભાળ્યા પછી તરત જ તેમણે મહિલાઓ પર પ્રતિબંધો લાદવાનું શરૂ કર્યું હતું.

એ પછી તાલિબાન વિશ્વના બીજા દેશો પાસેથી સ્વીકૃતિ માટે સતત પ્રયાસો કરી રહ્યું હતું. પરંતુ વિશ્વનો કોઈ દેશ તાલિબાની શાસનને માન્યતા આપવા રાજી નહોતો. પણ આ મામલે રશિયાએ ભરેલા પગલાથી આખું ચિત્ર બદલાઈ જવાની સંભાવના ઉભી થઇ છે.


રશિયાનો ‘માસ્ટરસ્ટ્રોક’: ભારત પણ અનુસરણ કરશે?

રશિયાનો ‘માસ્ટરસ્ટ્રોક’: ભારત પણ અનુસરણ કરશે?

અત્યાર સુધી કોઈ પણ દેશે તાલિબાનને ઔપચારિક માન્યતા આપી નથી પરંતુ તાલિબાને ઘણા દેશો સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરી છે અને ચીન અને સંયુક્ત આરબ અમીરાત સહિત કેટલાક દેશો સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર મોસ્કોએ તાલિબાનને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાંથી દૂર કરી દીધું છે. આ સાથે એક નવા યુગની શરૂઆત થઈ છે. અને રશિયા તાલિબાની સરકારને માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો છે.

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે તેને એક ઐતિહાસિક પગલું ગણાવ્યું અને તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેને ‘અન્ય દેશો માટે સારું ઉદાહરણ’ ગણાવ્યું હતું. પુતિનના આ નિર્ણયને માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. રશિયા સાથે ભારતની મિત્રતા જાણીતી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન તાલિબાને પણ પાકિસ્તાનના દાવાઓ પર ભારતને ટેકો આપ્યો હતો. વિક્રમ મિસરી તાલિબાનના વિદેશ મંત્રીને પણ મળ્યા છે. પુતિનના નિર્ણય પછી ભારત પણ તાલિબાનને માન્યતા આપી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top