સૂર્ય-ચંદ્ર બાદ હવે શુક્ર પર ISROની નજર: વિશ્વભરમાં વાગશે ભારતનો ડંકો

સૂર્ય-ચંદ્ર બાદ હવે શુક્ર પર ISROની નજર: વિશ્વભરમાં વાગશે ભારતનો ડંકો

09/27/2023 National

SidhiKhabar

SidhiKhabar

સૂર્ય-ચંદ્ર બાદ હવે શુક્ર પર ISROની નજર: વિશ્વભરમાં વાગશે ભારતનો ડંકો

ચંદ્રયાન મિશનની સફળતા બાદ ISROની નજર હવે તારાઓ અને સૌરમંડળના બહારના ગ્રહોના રહસ્યની જાણકારી મેળવવા પર છે. ISROના પ્રમુખ એસ સોમનાથે મંગળવારે કહ્યું કે ISROની બહારના ગ્રહોના રહસ્યોને ઉજાગર કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેમાંથી અમુકમાં વાયુમંડળ છે અને તેમને રહેવા યોગ્ય મનવામાં આવી રહ્યા છે.


ડિસેમ્બરમાં લોન્ચ કરવાની તૈયારી

ડિસેમ્બરમાં લોન્ચ કરવાની તૈયારી

ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડમીના કાર્યક્રમમાં સોમનાથે કહ્યું કે અંતરિક્ષ એજન્સી શુક્ર ગ્રહના અભ્યાસ માટે મિશન મોકલવા અને અંતરિક્ષના જળવાયુ તથા પૃથ્વી પર તેના પ્રભાવનો અભ્યાસ કરવા માટે બે ઉપગ્રહ મોકલવાની યોજના પણ બનાવી રહી છે.

તેમણે કહ્યું એક્સપર્ટ્સ કે એક્સ-રે પોલરીમીટર સેટેલાઈટને આ વર્ષે ડિસેમ્બરમાં લેન્ચ કરવાની તૈયારી છે. આ સેટેલાઈટને તે તારાઓના અભ્યાસ માટે મોકલવામાં આવશે જે સમાપ્ત થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે.

અમે એક્સોવર્લ્ડ્સ નામના સેટેલાઈટ પર પણ વિચાર કરી રહ્યા છીએ. જે સૌરમંડળતી બહારના ગ્રહો અને અન્ય તારાના ચક્કર લગાવી રહેલા ગ્રહોનો અભ્યાસ કરશે. તેમણે કહ્યું કે સૌરમંડળના બહાર 5,000થી વધારે જ્ઞાત ગ્રહ છે જેમાંથી ઓછામાં ઓછા 100 પર પર્યાવરણ હોવાની વાત માનવામાં આવી રહી છે. એક્સોવર્લ્ડ્સ મિશન હેઠળ બહારના ગ્રહોના વાતાવરણનો અભ્યાસ કરવામાં આવશે. સોમનાથે કહ્યું કે મંગળ પર એક અંતરિક્ષયાન ઉતરવાની યોજના છે.


ભારતમાં રોકેટમાં ઉપયોગ થતા 95 ટકા પાર્ટ્સ સ્વદેશી

CSIRના 82માં સ્થાપના દિવસમાં ઈસરો પ્રમુખ સોમનાથે કહ્યું કે ભારતમાં રોકેટના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવતા લગભગ 95 ટકા પાર્ટ્સ ભારતમાં બનાવવામાં આવ્યા છે. રોકેટ અને સેટેલાઈટના વિકાસ સહિત બધી ટેક્નિક કાર્ય આપણા દેશમાં જ કરવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top