યુરો કપ ફાઈનલ : ઇંગ્લેન્ડનું સપનું ફરી તૂટ્યું, પેનલ્ટી શૂટઆઉટમાં ઇટલીનો વિજય

યુરો કપ ફાઈનલ : ઇંગ્લેન્ડનું સપનું ફરી તૂટ્યું, પેનલ્ટી શૂટઆઉટમાં ઇટલીનો વિજય

07/12/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

યુરો કપ ફાઈનલ : ઇંગ્લેન્ડનું સપનું ફરી તૂટ્યું, પેનલ્ટી શૂટઆઉટમાં ઇટલીનો વિજય

સ્પોર્ટ્સ ડેસ્ક: જૂન મહિનાથી ૧૧ તારીખે શરૂ થયેલી યુરો-કપ ટૂર્નામેન્ટ (Euro Cup 2020) ખતમ થઇ ચૂકી છે. ૧૧ જુલાઈની મોડી રાત્રે લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં યુરો કપ 2020ની ફાઈનલ ઇંગ્લેન્ડ અને ઇટલી વચ્ચે રમાઈ હતી. જેમાં ઇટલીએ હોમ ગ્રાઉન્ડ પર રમતા ઇંગ્લેન્ડને હરાવીને ફાઈનલ જીતી લીધી હતી.

યુરો કપની ફાઈનલમાં ઇટલીએ ઇંગ્લેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં ૩-૨ થી હરાવીને કપ જીત્યો હતો. જેની સાથે ઇટલીએ બીજી વખત યુરો કપ ટૂર્નામેન્ટ જીતી હતી. આ પહેલા ઇટલીએ અર્શ ૧૯૬૮ માં કપ જીત્યો હતો. પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર રમતી ઇંગ્લેન્ડનું પહેલો યુરો કપ જીતવાનું સપનું રોળાયું હતું.

ફાઈનલ મેચની શરૂઆત ઇંગ્લેન્ડ માટે શાનદાર રહી હતી, જેમાં લ્યૂક શોએ મેચની બીજી જ મિનીટમાં ગોલ કરીને ટીમને ૧-૦ થી બઢત અપાવી હતી. પહેલા હાફમાં ઇંગ્લેન્ડની ટીમે ડિફેન્સ રીમે ઇટલીનો ગોલ થવા દીધો ન હતો. ત્યારબાદ લિયોનાર્ડો બોનુચીએ મેચની ૬૭ મી મિનિટે ગોલ કરીને ઇટલીની ટીમની મેચમાં વાપસી કરાવી હતી.

ત્યારબાદ ૩૦ મિનીટના એક્સ્ટ્રા ટાઈમમાં બંને ટીમો તરફથી કોઈ ગોલ ન થયો. ત્યારબાદ યુરો કપની ફાઈનલનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટ થકી નક્કી કરવામાં આવ્યું. જેમાં ઇટલી તરફથી ડોમાનિકો બેરાર્ડી, ફેડરિકો અને લિયોનાર્ડો બોનુચીએ ગોલ કર્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી હેરી કેન, હેરી મૈગુઆરે ગોલ કર્યો. ઇંગ્લેન્ડ તરફથી માર્કસ રૈશફોર્ડ, બુકાયો સાકા અને જેડન સાંચો ગોલ કરી શક્યા ન હતા જેની સાથે ઇંગ્લેન્ડ જીતી શકી ન હતી.

ઇટલીએ વર્ષ ૧૯૬૮ માં યુરો કપ જીત્યો હતો, ત્યારબાદ ૫૩ વર્ષ બાદ ફરી કપ જીત્યો. એટલું જ નહીં, આ મેચ ઇટલીની ૩૪ મી અજેય મેચ રહી હતી. સામે તરફ, ઇંગ્લેન્ડનું ૫૫ વર્ષ જૂનું કપ જીતવાનું સપનું ફરી વાર તૂટ્યું હતું.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top