જાની દુશ્મન-નાગિન બનાવનારા રાજકુમાર કોહલીનું હાર્ટએટેક નિધન

જાની દુશ્મન-નાગિન બનાવનારા રાજકુમાર કોહલીનું હાર્ટએટેક નિધન

11/24/2023 Glamour

SidhiKhabar

SidhiKhabar

જાની દુશ્મન-નાગિન બનાવનારા રાજકુમાર કોહલીનું હાર્ટએટેક નિધન

મનોરંજન જગતથી એક ખૂબ જ દુઃખ સમાચાર સામે આવ્યા છે. હિન્દી સિનેમાના પ્રસિદ્ધ પ્રોડ્યુસર રાજકુમાર કોહલીનું નિધન થઈ ગયું છે. તેઓ 93 વર્ષના હતા. શુક્રવારે સવારે હાર્ટએટેક આવતા તેમનું નિધન થઈ ગયું. હિન્દી સિનેમામાં રાજકુમાર કોહલીને ‘નાગિન’, ‘જાની દુશ્મન’, ‘નોકર બીવી કા’, ‘બદલે કી આગ’, ‘મુકાબલા’ અને ‘રાજ તિલક’ જેવી ખૂબ જ શાનદાર ફિલ્મોમાં જાણીતા છે. ઈન્ડસ્ટ્રીમાં તેમણે ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, શત્રુધ્ન સિંહા, અનિતા રાજ અને સુનિલ દત્ત જેવા ઘણા એક્ટરો સાથે કામ કર્યું હતું. જો કે, તેમને અસલી ઓળખ જાની દુશ્મન ફિલ્મથી મળી. મલ્ટી સ્ટાર ફિલ્મ વર્ષ 1979માં રીલિઝ થઈ હતી, જે ભારતની પહેલી એવી હોરર ફિલ્મ હતી, જેણે સિનેમાઘરોમાં ધૂમ મચાવી દીધી હતી.


પંજાબી એક્ટ્રેસ સાથે થયા લગ્ન:

પંજાબી એક્ટ્રેસ સાથે થયા લગ્ન:

રાજકુમાર કોહલીના લગ્ન પંજાબી સ્ટાર નિશી સાથે થયા હતા. નિશીએ તેમની સાથે વર્ષ 1963માં આવેલી ‘પિંડ દી કુડી’ ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મના સેટ પર જ બંનેને પ્રેમ થઈ ગયો અને પછી તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. લગ્ન બાદ બંનેના બે દીકરા થયા, જેમનું નામ તેમણે અરમાન અને રજનીશ કોહલી રાખ્યા. અરમાન કોહલી એક એક્ટર છે. અરમાનને તેમણે જાની દુશ્મન ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કર્યો હતો. જાની દુશ્મન હિટ હતી, પરંતુ તેનાથી અરમાનના કરિયરને વધુ ફાયદો ન થયો. ત્યારબાદ વર્ષ 2002માં તેમણે દીકરા સાથે વધુ એક ફિલ્મ બનાવી, જેનું ટાઇટલ હતું ‘એક અનોખી કહાની’. આ ફિલ્મ પણ કંઇ ખાસ કમાલ ન દેખાડી શકી.


બિગ બીસ 7થી મળી ઓળખ:

બિગ બીસ 7થી મળી ઓળખ:

જ્યારે હિન્દી સિનેમામાં અરમાન કોહલીને ઓળખ ન મળી તો તેણે સલમાન ખાનના શૉ બિગ બોસમાં જવાનો નિર્ણય લીધો. અરમાન બિગ બોસ સીઝન-7નો હિસ્સો હતો. શૉમાં તે તનીષા મુખર્જી સાથે રિલેશનશીપને લઈને ખૂબ ચર્ચામાં રહ્યો હતો. અરમાન કોહલી પોતાના પિતાની ખૂબ નજીક હતો. તે મોટાભાગે પિતા સાથે સમય વિતાવતો જોવા મળતો હતી. ઘણા ઇન્ટરવ્યૂમાં તેણે પિતાને પોતાની તાકત પણ બનાવ્યા હતા. તો હવે રાજકુમાર કોહલીનું નિધન તેમાં પરિવાર અને ફેન્સને એક મોટો ઝટકો આપી ગયું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top