'ખેડૂતનો દીકરો છું, મરી જઈશ પરંતુ...', રાજ્યસભામાં જગદીપ ધનખડે વિપક્ષ પર કર્યા પ્રહાર

'ખેડૂતનો દીકરો છું, મરી જઈશ પરંતુ...', રાજ્યસભામાં જગદીપ ધનખડે વિપક્ષ પર કર્યા પ્રહાર

12/13/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

'ખેડૂતનો દીકરો છું, મરી જઈશ પરંતુ...', રાજ્યસભામાં જગદીપ ધનખડે વિપક્ષ પર કર્યા પ્રહાર

Jagdeep Dhankhar: સંસદના શિયાળુ સત્ર દરમિયાન શુક્રવારે રાજ્યસભામાં ભારે હોબાળો થયો. વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને લઈને રાજ્યસભામાં ભારે તંગદિલી જોવા મળી હતી. વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર અધ્યક્ષ જગદીપ ધનખડ અને મલ્લિકાર્જૂન ખડગે વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. જો કે, પ્રમોદ તિવારી જ્યારે રાજ્યસભામાં બોલી રહ્યા હતા ત્યારે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ ફાયર થઈ ગયા. તેમણે પ્રમોદ તિવારીને ટકતા વિપક્ષને આડે હાથ લીધું હતું.


મરી જઇશ પરંતુ નહીં ઝૂકું

મરી જઇશ પરંતુ નહીં ઝૂકું

તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેઓ ખેડૂતના પુત્ર છે, તેઓ મરી જશે, પરંતુ ઝૂકશે નહીં. આ દરમિયાન રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. હકીકતમાં, શુક્રવારે રાજ્યસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષ અને અધ્યક્ષ જગદીપ ધનખડ વચ્ચે જોરદાર દલીલો થઈ હતી. જ્યારે પ્રમોદ તિવારીએ અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કર્યો તો જગદીપ ધનખડ તેમના પર ગુસ્સે થઈ ગયા.

અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે, 'મારી સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો વિપક્ષનો બંધારણીય અધિકાર છે. પરંતુ તમે તેને એક અભિયાન બનાવી દીધું છે. હું ખેડૂતનો દીકરો છું, હું નબળાઈ નહીં દેખાડું. હું દેશ માટે મરી જઇશ, મટી જઈશ. તમારું 24 કલાક એક જ કામ છે. ખેડૂતનો દીકરો અહીં કેમ બેઠો છે? હું મારી આંખોથી જોઇ રહ્યો છું. પીડા અનુભવી રહ્યો છું. કૃપા કરીને કંઈક વિશે વિચારો. આદર આપવામાં મેં કોઈ કસર છોડી નથી. ત્યારબાદ અધ્યક્ષે ખડગેને તેમની ચેમ્બરમાં બોલાવ્યા.


ખરગેનો પલટવાર

ખરગેનો પલટવાર

જ્યારે અધ્યક્ષે વિપક્ષને સારી રીતે સાંભળ્યા તો મલ્લિકાર્જૂન ખડગે પણ નારાજ થઈ ગયા. વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે જો તમે ખેડૂતના પુત્ર છો તો હું પણ મજૂરનો પુત્ર છું. ગૃહ ચલાવવાની જવાબદારી તમારી (સ્પીકરની) છે. તમે ગૃહને સારી રીતે અને પરંપરાથી ચલાવો. અમે તમારા વખાણ સાંભળવા નથી આવ્યા. તમારે દરેકને બોલવાની તક આપવી જોઈએ. ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top