શું સ્મૃતિ ઈરાની છે “જૂઠ કી રાની”? ટ્વિટર પર હેશટેગ વાઈરલ! સ્મૃતિએ મોદી માટે કહ્યું હતું, “ગીધડ

શું સ્મૃતિ ઈરાની છે “જૂઠ કી રાની”? ટ્વિટર પર હેશટેગ વાઈરલ! સ્મૃતિએ મોદી માટે કહ્યું હતું, “ગીધડ થોડે હી હૈ...”! એ પછી... જાણો આખો મામલો

11/18/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

શું સ્મૃતિ ઈરાની છે “જૂઠ કી રાની”? ટ્વિટર પર હેશટેગ વાઈરલ! સ્મૃતિએ મોદી માટે કહ્યું હતું, “ગીધડ

Smriti Irani : કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પોતાના તીખા તેવર માટે જાણીતા છે. સમયાંતરે તેઓ ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા દ્વારા પોતાના વિરોધીઓ પર તીખા પ્રહારો કરતા રહે છે. પરંતુ આ વખતે અચાનક સ્મૃતિ ઈરાનીની ખુદની જ ખિલ્લી ઉડાડતું હેશટેગ અત્યંત ઝડપથી વાઈરલ થઇ રહ્યું છે. કોંગ્રેસ સાથે જોડાયેલ લોકો દ્વારા આ હેશટેગ વાઈરલ કરાયું હોવાનું જણાઈ આવે છે. આ હેશટેગ શા માટે વાઈરલ થયું, એની વાત જાણવા જેવી છે.


સ્મૃતિએ જબલપુરની સભામાં મોદી માટે કહ્યું કે...

સ્મૃતિએ જબલપુરની સભામાં મોદી માટે કહ્યું કે...

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે મધ્યપ્રદેશના જબલપુરમાં એક જનસભાને સંબોધી હતી. તેણીએ કહ્યું કે ભાજપના કાર્યકર તરીકે હું આ વાત કહેવા માંગુ છું કે જ્યારે કોરોનાના સમયગાળા દરમિયાન મોત મંડરાતી હતી, ત્યારે કોંગ્રેસના કોઈ કાર્યકરો-નેતાઓ દેખાતા ન હતા. માત્ર ભાજપના કાર્યકરો જ જનતાની વચ્ચે ગયા હતા અને માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરી રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, "કોરોના દરમિયાન પીએમ મોદીએ પ્રતિજ્ઞા લીધી હતી કે કોઈ પણ ગરીબ વ્યક્તિ રાત્રે ભૂખ્યો નહીં સૂવે. છેલ્લા અઢી વર્ષથી 80 કરોડ નાગરિકો મફતમાં રાશન મેળવી રહ્યા છે. જો સોનિયા ગાંધી સત્તામાં હોત તો, આવું શક્ય બન્યું હોત ખરું? જો સોનિયા મેડમની રિમોટ કંટ્રોલ સરકાર ચાલતી હોય તો રાશનનું બ્લેક માર્કેટિંગ થયું હોત કે નહીં?!”

સ્મૃતિએ પ્રધાનમંત્રી મોદી વિષે બોલતા કહ્યું કે, જ્યારે મોદીજીએ જાહેરાત કરી કે તેઓ લોકોને બીજા પાંચ વર્ષ મફત અનાજ આપશે, ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો. કોંગ્રેસે મોદીજી સામે કેસ દાખલ કરવાની ધમકી આપી. અરે, આ (મોદીજી) સિંહ છે. શિયાળ બચ્ચું નથી જે ડરીને ભાગી જાય! (अरे ये शेर का बच्चा है गीदड़ का बच्चा थोड़ी ही है, जो डर के भाग जाएगा।)


સામે કોંગ્રેસ પણ આકરા પાણીએ

સામે કોંગ્રેસ પણ આકરા પાણીએ

સ્મૃતિ ઈરાની પોતાની વાતમાં એવું સાબિત કરવા માંગતા હતા કે કોરોના સમયે ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપની સરકાર જ લોકોની મદદમાં ઉભી રહી. બાકી કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ કશું કામ કર્યું નહોતું. આ સામે કોંગ્રેસ તરફી ટ્વિટર હેન્ડલ્સ સ્મૃતિ ઈરાનીની વાતને ખોટી સાબિત કરવા માટે કોરોના વખતે કરેલ રાહત કાર્યોના ફોટોઝ અને વિડિયોઝ મૂકી રહ્યા છે. સાથે જ તેઓ સ્મૃતિ ઈરાનીને ખોટા સાબિત કરવા માટે “Jhooth Ki Rani” હેશટેગ સાથે પોસ્ટ્સ કરી રહ્યા છે.

મધ્ય પ્રદેશની ચૂંટણીઓને કારણે સોશિયલ મીડિયા પર આ પ્રકારની લડાઈઓ ચાલતી જ રહેશે એવું લાગી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top