કેજરીવાલે કરી દીધું કન્ફર્મ! જણાવ્યું- દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન થશે કે નહીં

કેજરીવાલે કરી દીધું કન્ફર્મ! જણાવ્યું- દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન થશે કે નહીં

12/11/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

કેજરીવાલે કરી દીધું કન્ફર્મ! જણાવ્યું- દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન થશે કે નહીં

Arvind Kejriwal on AAP Congress Allianceદિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની અટકળો ચાલી રહી હતી. 10મી ડિસેમ્બરથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની અફવાઓ શરૂ થઈ ગઈ હતી. સૂત્રોના સંદર્ભે સમાચાર બહાર આવ્યા હતા કે, દિલ્હી કોંગ્રેસના નેતાઓ AAP સાથે ગઠબંધન કરવા માગે છે.

ત્યારબાદ AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના નેતાઓ શરદ પવારના ઘરે પહોંચ્યા હતા. જે બાદ અટકળોએ વેગ પકડ્યો હતો કે દિલ્હીમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. હવે આ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયો હોય તેમ લાગી રહ્યું છે.


અરવિંદ કેજરીવાલની જાહેરાત

અરવિંદ કેજરીવાલની જાહેરાત

અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથે ગઠબંધનની કોઈપણ શક્યતાને નકારી કાઢી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. AAPએ કહ્યું છે કે, દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે કોઈ ગઠબંધન નહીં થાય.

ગઠબંધનના તમામ સમાચારોને ખોટા સાબિત કરતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી છે. તેમણે પોતાના X હેન્ડલ પર લખ્યું કે, 'આમ આદમી પાર્ટી દિલ્હીમાં પોતાની તાકત પર ચૂંટણી લડશે. કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારના ગઠબંધનની કોઈ શક્યતા નથી.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top