અમદાવાદ: ખ્યાતિ હૉસ્પિટલ કાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે રાજશ્રી કોઠારીની કરી ધરપકડ
Rajshree Kothari arrested from Rajasthan: ગયા મહિને ખ્યાતિ હોસ્પિટલ ખૂબ લાઈમાંલાઈમાં હતી. કડીના એક ગામમાં ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે અમદાવાદ બોલાવાયા હતા. જેમાંથી સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીઓના મોત થઇ ગયા હતા. ત્યારબાગ મૃતકોના પરિવારજનોએ હોબાળો કર્યા બાદ મામલો બીચક્યો હતો અને લોકો સામે ઉજાગર થયો હતો. ત્યારબાદથી આ જવાબદારો સામે કાર્યવાહી ચાલી રહી છે. આ મામલે પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે.
ખ્યાતિ હૉસ્પિટલ કાંડ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા એક મહિનાથી ફરાર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. રાજશ્રી કોઠારીએ પોલીસ ધરપકડથી બચવા માટે 3 કેસમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી છે. ગુરૂવારે સુનાવણી દરમિયાન રાજશ્રી કોઠારીના વકીલે કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું હતું કે, 'રાજશ્રી કોઠારી નિર્દોષ છે અને આ કેસ સાથે કોઇ લેવા દેવા નથી. ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છે, તો જામીન મુક્ત કરવામાં આવે'.
અત્યાર સુધી આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે, જે વિદેશમાં હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજશ્રી કોઠારી હૉસ્પિટલના ડિરેક્ટર અને હૉસ્પિટલમાં 3.61 ટકાની ભાગીદારી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp