હિન્દુ પક્ષની મોટી જીત, જન્મભૂમિ અને ઇદગાહ વિવાદમાં કોર્ટનો મોટો નિર્ણય, મુસ્લિમ પક્ષને ઝટકો
મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદ વિવાદમાં અલ્લાહાબાદ હાઇકોર્ટથી હિન્દુ પક્ષને મોટી રાહત મળી છે. ગુરુવારે સુનાવણી દરમિયાન, અલ્લાહબાદ હાઇકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદને લઇને હિંદુ પક્ષની અરજીઓને યોગ્ય માની છે. કોર્ટે મુસ્લિમ પક્ષની ઓર્ડર 7 નિયમો 11ના વાંધાને ફગાવી દીધો. જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો છે. આ અરજીઓ પર સુનાવણી પૂર્ણ થયા બાદ હાઇકોર્ટે 31 મેના રોજ પોતાનો ચૂકાદો રિઝર્વ રાખ્યો હતો.
હાઇકોર્ટના નિર્ણયથી એ નક્કી થઇ ગયું છે કે મથુરા મંદિર મસ્જિદ વિવાદમાં હિન્દુ પક્ષની અરજીઓ સુનાવણી લાયક છે. મુસ્લિમ પક્ષનો વાંધો હાઇકોર્ટ દ્વારા ફગાવાયા બાદ હિન્દુ પક્ષની અરજીઓ પર આગળ સુનાવણી હાથ ધરવામાં આવશે. અયોધ્યા વિવાદની જેમ શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદની સુનાવણી હાઇકોર્ટમાં થશે.
હિંદુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી 18 અરજીઓમાં મથુરાની શાહી ઇદગાહ મસ્જિદને શ્રી કૃષ્ણનું જન્મસ્થળ બતાવીને હિંદુઓને સોંપવાની માંગ કરવામાં આવી હતી. વિવાદિત પરિસરમાં હિંદુઓને પૂજા અર્ચના કરવા દેવાની માંગ કરવામાં આવી હતી. વિવાદિત પરિસરનો અયોધ્યામાં રામ મંદિર અને વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની જેમ સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે. મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓને અલ્લાહબાદ હાઇકોર્ટ સુનાવણી માટે પોતાની પાસે માગવામાં આવી હતી.
અલ્લાહબાદ હાઇકોર્ટ 18માંથી 15 અરજીઓ પર એક સાથે સુનાવણી કરી રહી છે. જ્યારે હાઇકોર્ટે 3 અરજીઓને અલગ કરી દીધી હતી. શાહી ઇદગાહ મસ્જિદ કમિટી અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે હિન્દુ પક્ષની અરજીઓ પર ઓર્ડર 7 રૂલ 11 હેઠળ વાંધો નોંધાવ્યો હતો. મુસ્લિમ પક્ષે આ અરજીઓની યોગ્યતાને પડકારી હતી. મુસ્લિમ પક્ષ તરફથી અનેક દલીલો રજૂ કરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષની અરજીઓ ફગાવી દેવાની માંગણી કરી હતી.
મુસ્લિમ પક્ષે મુખ્ય રૂપે પ્લેસીસ ઓફ વોરશીપ એક્ટ, વકફ એક્ટ, લિમિટેશન એક્ટ અને સ્પેસિફિક પઝેશન રિલીફ એક્ટનો સંદર્ભ આપતા હિંદુ પક્ષની અરજીઓને ફગાવવાની દલીલ કરી હતી, પરંતુ કોર્ટે મુસ્લિમ પક્ષની દલીલો ફગાવતા હિન્દુ પક્ષ તરફથી દાખલ કરાયેલી અરજીઓને યોગ્ય માની.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp