હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં મોટી દુર્ઘટના, 30 મુસાફરોથી ભરેલી બસ 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી

હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં મોટી દુર્ઘટના, 30 મુસાફરોથી ભરેલી બસ 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી

12/10/2024 National

SidhiKhabar

SidhiKhabar

હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં મોટી દુર્ઘટના, 30 મુસાફરોથી ભરેલી બસ 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી

Himachal Bus Accident: હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં એક ખાનગી બસ ખાડામાં પડી જતા બસના ફુરચેફૂરચા થઈ ગયા હતા. આ અકસ્માત આનીના શકેલહડ પાસે થયો હતો. આ અકસ્માતમાં ઘણા લોકોના મોતની આશંકા છે. હાલમાં ડ્રાઈવરનું મોત અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

મળતી માહિતી મુજબ, કરંથલની આ ખાનગી બસ મંગળવારે સવારે 11:30 વાગ્યે કુલ્લૂના અની સબ-ડિવિઝનના શ્વાદ-નાગન રોડ પર અકસ્માતનો ભોગ બની હતી. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે, બસમાં 25-30 લોકો હતા અને આ બસ કરસોગથી આવી રહી હતી. પરંતુ તે દરમિયાન તેનો અકસ્માત થઇ ગયો હતો. આ અકસ્માતમાં બસ ફંગોળાઈ ગઈ હતી અને ઈજાગ્રસ્ત લોકો બસની આસપાસ પડતા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી છે અને પોલીસ પ્રશાસનની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.


ઘટના બાદ લોકોએ મદદ કરી હતી

ઘટના બાદ લોકોએ મદદ કરી હતી

ઘટના બાદ બસ પૂરી રીતે ક્ષતિગ્રસ્ત્ થઇ ગઈ. આ બસ વળાંકથી સીધી 200 મીટર નીચે પડી છે. લોકો પોતાના ખાનગી વાહનોમાં ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ લઈ ગયા. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એક તીવ્ર વળાંક પર ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ સીધી નીચે ઉતરી ગઈ અને તેના ફૂરચેફૂરચા થઈ ગયા.

કુલ્લૂના DC તરુષ રવીશે માર્ગ અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે દુર્ઘટના અંગે માહિતી મળી છે અને રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. DSP અના ચંદ્રશેખરે જણાવ્યું કે અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયું છે અને ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top