યુટ્યુબ પરથી હટશે કુણાલ કામરાનો વીડિયો? T-સીરિઝે મોકલી નોટિસ; કોમેડિયને પણ આપી પ્રતિક્રિયા
Kunal Kamra Row: મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે સામે કથિત મજાક કર્યા બાદ વિવાદમાં આવેલા સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરા આ દિવસોમાં ઉગ્ર પ્રહારો કરી રહ્યો છે. હવે તેણે પોતાનો ગુસ્સો મ્યૂઝિક કંપની T-Series પર ગુસ્સો ઠાલવ્યો છે. કામરાએ બુધવારે દાવો કર્યો હતો કે T-Seriesએ તેના વીડિયો સામે કોપીરાઈટ ઉલ્લંઘનની નોટિસ જાહેર કરી છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ક્રીનશૉટ શેર કરતા, કામરાએ દાવો કર્યો કે તેના એક પેરોડી વીડિયોને YouTube દ્વારા કૉપિરાઇટ ઉલ્લંઘન માટે ફ્લેગ કરવામાં આવ્યો છે.
કામરાએ સોશિયલ મીડિયા પર લખ્યું, "હેલ્લો T-સીરિઝ... પેરોડી અને સટાયર(વ્યંગ) કાયદાકીય રૂપે યોગ્ય ઉપયોગ હેઠળ આવે છે. મેં પોતાના વીડિયોમાં ગીત કે મૂળ વાદ્ય યંત્રનો ઉપયોગ કર્યો નથી. જો તમે આ વીડિયો હટાવશો, તો એવામાં દરેક સોન્ગ/ડાન્સના વીડિયોને હટાવી શકાય છે. ક્રિએટર્સ કૃપયા તેના પર ધ્યાન આપો." કામરાએ પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે ભારતમાં દરેક મોનોપોલી માફિયાથી ઓછા નથી, એટલે લોકો આ વીડિયો હટાવવામાં આવે તે પહેલા આ ખાસ પ્રોગ્રામ જોઇ લે અથવા ડાઉનલોડ કરી લે.
પોતાની નીડર સ્ટેન્ડ-અપ કોમેડી માટે પ્રખ્યાત કુણાલ કામરાએ ગયા અઠવાડિયે એકનાથ શિંદેના સમર્થકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેણે પોતાના એક સ્ટેન્ડ-અપ એક્ટમાં શિવસેના પ્રમુખને નિશાન બનાવતું ગીત ગાયું હતું. થોડા સમય બાદ જ કામરાનો તે વીડિયો વાયરલ થઇ ગયો હતો. આ જોઈને શિવસેનાના કાર્યકરો ગુસ્સે થઈ ગયા. ત્યારબાદ શિવસૈનિકોએ રવિવારે રાત્રે મુંબઈના ઉપનગર ખારમાં હેબિટેટ કૉમેડી ક્લબમાં તોડફોડ કરી હતી, જ્યાં તેનો શૉ યોજાયો હતો અને ક્લબ જ્યાં આવેલી છે તે હૉટેલમાં પણ તોડફોડ કરી હતી.
ત્યારબાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત ઘણા લોકોએ કામરાને માફી માગવા કહ્યું, પરંતુ કામરા પોતાની વાત પર અડગ રહ્યો અને માફી માંગવાનો ઈનકાર કરી દીધો. તેણે સોમવારે મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું કે, "હું માફી નહીં માંગું કે વિવાદ શાંત થવાની રાહ જોઇને પલંગની નીચે નહીં છુપાઉ. કામરાએ એમ પણ કહ્યું કે તે ત્યારે જ માફી માગશે જ્યારે કોર્ટ તેને આવું કરવા કહેશે. ત્યારબાદમાં, શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલની ફરિયાદના આધારે ખાર પોલીસે 36 વર્ષીય કોમેડિયન વિરુદ્ધ FIR નોંધી હતી. મુંબઈ પોલીસે તેને પૂછપરછ માટે બીજું સમન્સ મોકલ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp