Breaking: પોતાના જ મંગેતરની ધરપકડ કરનાર આસામની દબંગ મહિલા પોલીસ ઓફિસરનું અકસ્માતમાં મૃત્યુ! પરિ

Breaking: પોતાના જ મંગેતરની ધરપકડ કરનાર આસામની દબંગ મહિલા પોલીસ ઓફિસરનું અકસ્માતમાં મૃત્યુ! પરિવારે કહ્યું આ હત્યા છે!

05/16/2023 National

SidhiKhabar

SidhiKhabar

Breaking: પોતાના જ મંગેતરની ધરપકડ કરનાર આસામની દબંગ મહિલા પોલીસ ઓફિસરનું અકસ્માતમાં મૃત્યુ! પરિ

Junmoni Rabha killed: આસામના સુપર લેડી કોપ જુનમણિ રાભાનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. તેમની કારને ટ્રક સાથે ધડાકાભેર અથડાતા બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં જુનમણિ રાભાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જુનમણિ રાભા પોતે કાર ચલાવી રહ્યા હતા. જુનમણિને આસામનો દબંગ પોલીસ અધિકારી તરીકે પ્રખ્યાત હતા. તેણે ભ્રષ્ટાચારના આરોપમાં પોતાના જ મંગેતરની ધરપકડ કરી હતી.


પોતાના જ મંગેતરની કરી હતી ધરપકડ!

પોતાના જ મંગેતરની કરી હતી ધરપકડ!

આસામના દબંગ પોલીસ અધિકારી કહેવાતા જુનમણિ રાભાની કાર નાગાંવ જિલ્લામાં સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે જુનમણિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જુનમણિ પોતે કાર ચલાવી રહી હતી.

જુનમણિ રાભા નૌગાંવ જિલ્લાના પોલીસ અધિકારી હતા, જેમણે પોતે ગયા વર્ષે ભ્રષ્ટાચારના આરોપમાં તેના મંગેતરની ધરપકડ કરી હતી, જેને પરિણામે તેઓ મીડિયામાં છવાઈ ગયા હતા. આ પછી જુનમણિની ખુદની પણ આસામ પોલીસે ભ્રષ્ટાચારના આ જ આરોપમાં ધરપકડ કરી હતી. જો કે બાદમાં તેમને સેશન્સ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.


ધારાસભ્ય દ્વારા ફોન ઉપર ધમકી આપવામાં આવી હતી!

ધારાસભ્ય દ્વારા ફોન ઉપર ધમકી આપવામાં આવી હતી!

જુનમણિ રાભા એક નીડર પોલીસ અધિકારી હતા અને તેમને કોઈપણ દબાણમાં રહેવું પસંદ નહોતું. એક ધારાસભ્ય દ્વારા તેમને ફોન પર ધમકી પણ આપવામાં આવી હતી, જેનો ઓડિયો વાયરલ થયો હતો. જુનમણિના મૃત્યુ બાદ તેના પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે.

સંબંધીઓનું કહેવું છે કે આ કોઈ અકસ્માત નથી, પરંતુ સુનિયોજિત કાવતરા હેઠળ જુનમણિની હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી જુનમણિ રાભાને આસામ પોલીસે ભ્રષ્ટાચારના આરોપમાં આજે સમન્સ પાઠવ્યું હતું. કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખાલીકે પણ ટ્વીટ કરીને આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top