હવે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ મુંબઈની હૉસ્પિટલમાં લઈ કેમ રહ્યા છે સારવાર? જાણો

હવે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ મુંબઈની હૉસ્પિટલમાં લઈ કેમ રહ્યા છે સારવાર? જાણો

09/12/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

હવે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ મુંબઈની હૉસ્પિટલમાં લઈ કેમ રહ્યા છે સારવાર? જાણો

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ ફરી એકવાર સારવાર માટે મુંબઈમાં છે જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈની એક હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ત્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે, મુંબઈની એક હોસ્પિટલમાં રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. 10 સપ્ટેમ્બરે તેમને મુંબઈની એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 76 વર્ષીય બિહારના પૂર્વ મુખ્યમંત્રીને 1-2 દિવસમાં હૉસ્પિટલમાંથી રજા મળી શકે છે.


લાલુ પ્રસાદ યાદવની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી

લાલુ પ્રસાદ યાદવની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી

આ અગાઉ 2014માં પણ મુંબઈની એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં લાલુ પ્રસાદની સારવાર કરવામાં આવી હતી. તે સમયે છ કલાકની લાંબી સર્જરી કરવામાં આવી હતી અને તેમના હૃદયનો વાલ્વ (એઓર્ટિક વાલ્વ રિપ્લેસમેન્ટ) બદલવામાં આવ્યો હતો. ત્યારબાદ, 2018 અને 2023માં પણ તેઓ એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર માટે ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, 10 સપ્ટેમ્બરે ફરી એકવાર તેમને એન્જિયોપ્લાસ્ટી માટે દાખલ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાંચીની બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યા હતા ત્યારે લાલુ યાદવને હ્રદયની સમસ્યા થઈ હતી, ત્યારબાદ ડૉક્ટરોએ તેમને નિષ્ણાંત પાસેથી સારવાર કરાવવાની સલાહ આપી હતી. વર્ષ 2021થી લાલુ યાદવને હૃદયની સમસ્યા હતી. જોકે અત્યાર સુધી તેઓ તેને દવા પર કવર કરતા હતા.


શું હોય છે એન્જિયોપ્લાસ્ટી?

શું હોય છે એન્જિયોપ્લાસ્ટી?

એન્જિયોપ્લાસ્ટી એ નસો ખોલે છે જે તમારા હૃદયને લોહી પહોંચાડે છે. એ સર્જરી હોતી નથી, તે ફક્ત સ્થાનિક એનેસ્થેસિયાથી થાય છે. ત્યાં કોઈ પીડા થતી નથી અને તમે જાગૃત રહો છો. એન્જિયોપ્લાસ્ટી એક એવી પ્રક્રિયા છે જે તમારા હૃદયની નસોમાં રહેલા અવરોધોને દૂર કરે છે. આ નસો તમારા હૃદય સુધી લોહી પહોંચાડે છે. આ પ્રક્રિયામાં, તમને સ્થાનિક એનેસ્થેસિયા આપવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમે આખી પ્રક્રિયા દરમિયાન જાગૃત રહેશો, પરંતુ તમને કોઈ પીડા અનુભવાશે નહીં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top