Gujarat: લો બોલો! હેડ કોન્સ્ટેબલના ઘરેજ દારૂનું ગોડાઉન ઝડપાયું, 240 બોટલો જપ્ત
Liquor at head constables house: આણંદમાં દિવા નીચે જ અંધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. મોટાભાગે પોલીસ દારુ વેચતા બુટલેગરો સામે કાર્યવાહી કરે છે, પરંતુ આણંદમાં તો પોલીસનો હેડ કોન્સ્ટેબલ દારૂ વેચતા પકડાયો છે. આણંદ LCBએ બાતમીના આધારે છાપેમારી કરી ઘરમાં તપાસ કરતા અલગ-અલગ જગ્યાઓએથી 20 પેટીમાંથી વિદેશી દારૂની 240 બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 3,63,360 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
દારૂ સાથે ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલને બૂટલેગરના દીકરા મોહસીન સાથે મિત્રતા હતી. જેથી પોલીસવાળાને ત્યાં જ દારૂ રાખવામાં આવે તો ત્યાં રેડ ન પડે તેવા આશયથી મોહસીને ઘરમાં દારૂ રખાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. LCBએ હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાની અટકાયત કરી છે. હેડ કોન્સ્ટેબલ, મોહસીન મિયાં લીયાકત મિયાં ઉર્ફે એલ.કે. મલેક, મોઈન મીયાં, મુનાફ મીયાં મલેક અને તોસીફ ઉર્ફે રાજૂ અનવર મીયાં મલેક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તો નવસારી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો છે. નેશનલ હાઇવે નંબર-48 પર દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. 31 ડિસેમ્બર અગાઉ સુરતના બુટલેગર માટે લઈ જવાતો દારૂ પકડી પાડવામાં આવ્યો છે. પોલીસને ચકમો આપીને ભાગી રહેલા બુટલેગરની ઈનોવા ગાડી ઝડપી પાડી છે. 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp