નવી મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રથમ સત્રમાંથી વિપક્ષનું વોકઆઉટ

નવી મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રથમ સત્રમાંથી વિપક્ષનું વોકઆઉટ

12/07/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

નવી મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રથમ સત્રમાંથી વિપક્ષનું વોકઆઉટ

Maharashtra Assembly session: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતીને બહુમતિ મળ્યા બાદ મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ખેચતાણ ચાલી રહી હતી. વાટાઘાટો બાદ ૫ નવેમ્બરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે અને અજીત પવારે શપથ લીધા હતા. જો કે, અત્યાર સુધી કઈ પાર્ટીને કયા વિભાગો મળશે, મંત્રીમંડળમાં કયા ચહેરાઓનો સમાવેશ થશે? તેને લઈને હજી અસમંજસની સ્થિતિ છે. જ્યારે હવે નવી મહારાષ્ટ્ર વિધાનસભાનું પ્રથમ સત્ર ચાલુ થયું છે.


મહાવિકાસ અઘાડીએ વોકઆઉટ કર્યું

મહાવિકાસ અઘાડીએ વોકઆઉટ કર્યું

નવી મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રથમ સત્રના બીજા જ દિવસે વિપક્ષ મહાવિકાસ અઘાડી (MVA)એ વોકઆઉટ કર્યું હતું. વિપક્ષે EVMને લઈને વોકઆઉટ કરી દીધું છે. તેના પર અજીત પવારે કહ્યું કે મતદારોએ મહાયુતિને વિજયી બનાવ્યુ છે, અહીંથી બહાર નીકળવાથી કંઈ નહીં થાય. જો કંઈક કરવાની જરૂર હોય તો ચૂંટણી પંચ પાસે જવું જોઈએ. જો તેમને લાગે છે કે તેમને ત્યાંથી ન્યાય નથી મળ્યો તો તેમણે કોર્ટમાં જવું જોઈએ. જ્યારે તેઓ બહાર જતા હતા ત્યારે મેં પૂછ્યું કે તેઓ બહાર કેમ જઈ રહ્યા છે? કોઈ વરિષ્ઠ નહોતું. તેમણે કહ્યું કે અમને કહેવામાં આવ્યું છે કે વોકઆઉટ કરવાનું છે, તેથી અમે બહાર જઈ રહ્યા છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top