મહારાષ્ટ્ર સરકારે અનલોકના નિયમોમાં ફેરબદલ કરી : ફરીથી કડક પ્રતિબંધો લાગુ, જાણો શું ખુલ્લું રહેશ

મહારાષ્ટ્ર સરકારે અનલોકના નિયમોમાં ફેરબદલ કરી : ફરીથી કડક પ્રતિબંધો લાગુ, જાણો શું ખુલ્લું રહેશે, શું બંધ

06/26/2021 National

SidhiKhabar

SidhiKhabar

મહારાષ્ટ્ર સરકારે અનલોકના નિયમોમાં ફેરબદલ કરી : ફરીથી કડક પ્રતિબંધો લાગુ, જાણો શું ખુલ્લું રહેશ

મુંબઈ: કોરોનાની બીજી લહેર શાંત પડ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે રાજ્યના તમામ જિલ્લાઓ અને નગરપાલિકાઓને અનલોક કરવા માટે પાંચ તબક્કામાં વહેંચી દીધા હતા. હવે આ નિયમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા ફેરબદલમાં હવે રાજ્યના તમામ જિલ્લાઓ, શહેરો અને નગરપાલિકા લેવલ ૩ હેઠળ હશે. રાજ્યમાં ત્રીજી લહેર અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટની દહેશત અને છેલ્લા કેટલાક દિવસોથી ફરી એકવાર કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે કેટલાક નવા નિર્ણયો લેવામાં આવ્યા છે.

રાજ્યના રત્નાગીરી, જલગાંવ સહિતના કેટલાક જિલ્લાઓમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના ઘણા કેસ નોંધાયા છે. આ વેરિએન્ટ કોરોનાની બીજી લહેરમાં તબાહી મચાવનાર ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ ઝડપથી ફેલાય છે જેના કારણે અને તેની અસર પણ વધુ ઘાતક છે. તેને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને નવા આદેશો આપવામાં આવ્યા છે.

નવા નિયમ મુજબ, કોરોના સંક્રમણ દર અથવા ઓક્સિજન બેડની સંખ્યા કેટલી પણ ઓછી કેમ ન હોય પરંતુ રાજ્યના તમામ જિલ્લાઓને લેવલ ૩ માં જ રાખવામાં આવશે. આ મુજબ સ્થાનિક તંત્રને તેમના સંબંધિત જિલ્લાઓમાં કડક નિયમો લાગુ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ માટે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીને રાજ્ય સરકારની પરવાનગીની જરૂર રહેશે નથી.

હવે જો નિયમો હળવા કરવામાં આવે તો એક સપ્તાહને બદલે સતત બે અઠવાડિયા સુધી કોરોના સંક્રમણમાં ઘટાડાનો રેકોર્ડ જોવામાં આવશે. જ્યારે નિયમોને કડક બનાવવા માટે એક અઠવાડિયામાં પણ સંક્રમણ વધતું જણાય તો તે કારણ પૂરતું હશે. આ માટે બે અઠવાડિયાના સંક્રમણ દરના રેકોર્ડની રાહ જોવાની જરૂર રહેશે નહીં. ઉપરાંત, હવે રેપિડ એન્ટીજન ટેસ્ટ કે અન્ય કોઈ પણ ટેસ્ટને માન્યતા આપવામાં આવશે નહીં, માત્ર RT-PCR ટેસ્ટ જ સ્વીકારવામાં આવશે.

શું ખુલ્લું રહેશે, શું બંધ?

*સરકારે તમામ જિલ્લા-નગરપાલિકાઓને લેવલ ૩ હેઠળ મુકતા મોલ, થીએટરો અને મલ્ટીપ્લેક્સ વગેરે ફરીથી બંધ કરવામાં આવશે.

*આવશ્યક ચીજ-વસ્તુઓ માટેની દુકાનો સાંજે ચાર વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે. જીમ અને સલૂન પણ ચાર વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આ દરમિયાન એસીના ઉપયોગ પર પ્રતિબંધ.

*રેસ્ટોરન્ટને સાંજે ચાર વાગ્યા સુધી પચાસ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાની પરવાનગી હશે. ત્યારબાદ માત્ર પાર્સલ અને ટેક-અવેને જ પરવાનગી.

*લગ્નોમાં ૫૦, અંતિમક્રિયામાં ૨૦ લોકોને પરવાનગી. લોકલ ટ્રાન્સપોર્ટને પરવાનગી અપાશે પરંતુ કોઈ પણ મુસાફરને ઉભા રહેવાની પરવાનગી નહીં. લોકલ ટ્રેનમાં માત્ર મેડિકલ સ્ટાફ, આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકો અને મહિલાઓને જ પરવાનગી હશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top