Maharashtra Politics: નવા વર્ષ પર ઉદ્ધવની પાર્ટીનું વલણ બદલાયું, સામનામાં CM ફડણવીસના ભરપેટ વખાણ
Saamana: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ન દેવેન્દ્ર ફડણવીસે નવા વર્ષના પ્રથમ દિવસે નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લાની મુલાકાત લીધી હતી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, તેઓ આ મુલાકાત દરમિયાન ગઢચિરોલી જિલ્લાના પાલક મંત્રી બનવા માગે છે. નવા વર્ષના પ્રથમ દિવસે દેવેન્દ્ર ફડણવીસની ગઢચિરોલીની મુલાકાતનું વિશેષ મહત્ત્વ થઇ ગયું છે. આ સાથે ફડણવીસની મુલાકાતની ખૂબ ચર્ચા થઈ રહી છે. શિવસેના (UBT)ના મુખપત્ર સામનાએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ભરપેટ વખાણ કર્યા છે.
સામનામાં લખ્યું છે કે જો વર્તમાન મુખ્યમંત્રી ગઢચિરોલીને 'નક્સલવાદી જિલ્લા'ને બદલે 'સ્ટીલ સિટી' તરીકે નવી ઓળખ આપે છે તો તેનું સ્વાગત કરવું જોઈએ. જો ફડણવીસ ગઢચિરોલીને છેલ્લો નહીં પરંતુ મહારાષ્ટ્રનો પ્રથમ જિલ્લો તરીકે ઓળખવાનો પ્રયાસ કરે તો તે ખોટું નથી.
તંત્રીલેખમાં લખવામાં આવ્યું હતું કે નક્સલવાદ ભારતીય સમાજ પર એક કલંક છે. નક્સલવાદીઓના કારણે ગઢચિરોલી જિલ્લામાં અત્યાર સુધી સામાન્ય વિકાસ પણ થઇ શક્યો નથી. પરંતુ આવા સ્થળોએ ઘણીવાર શાસકોની ઇચ્છાશક્તિ મહત્ત્વની સાબિત થાય છે. જો મુખ્યમંત્રી ફડણવીસે આ નિર્ણય લીધો હોય તો તે ખુશીની વાત છે. માઓવાદના નામે, યુવાન છોકરાઓ લશ્કરી ગણવેશ પહેરે છે, બંદૂકો ઉપાડે છે અને આતંક ફેલાવવાનું કામ કરે છે.
મુખપત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે એકંદરે એવું લાગે છે કે 'સંભવિત પાલક મંત્રી' મુખ્યમંત્રી ફડણવીસ ગઢચિરોલીમાં કંઈક નવું કરશે. ત્યાંના આદિવાસીઓનું જીવન બદલી નાખશે. ગઢચિરોલીમાં અત્યાર સુધી કંઈ થયું નથી. ત્યાંના લોકો નક્સલવાદીઓ સામે આંગળી ઉઠાવી શકતા નથી. તેમણે નક્સલવાદીઓના વિરોધને તોડવા માટે આ બંને મોરચે કામ કરવું પડશે અને વિકાસના કામો પણ કરવા પડશે.
ફડણવીસની ઉપસ્થિતિમાં જાહલની મહિલા નક્સલવાદી તરક્કા સહિત 11 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. ઉપરાંત, આઝાદી બાદ એટલે કે 77 વર્ષ બાદ પ્રથમ વખત અહેરીથી ગરદેવાડા સુધી ST બસ દોડી છે, જે ચોક્કસપણે મુખ્યમંત્રીના 'મિશન ગઢચિરોલી' વિશે ઘણું બધું કહી જાય છે.
સામનામાં લખવામાં આવ્યું છે કે ગઢચિરોલીના વિકાસની આ પહેલ માત્ર સામાન્ય જનતા અને ગરીબ આદિવાસીઓ માટે જ હાથ ધરવી જોઈએ, કોઈ ખનન સમ્રાટ માટે નહીં, એણ કરી દેખાડવાનો ખ્યાલ જરૂર મુખ્યમંત્રીએ રાખવો પડશે. ત્યારે જ તેમનું વચન સાકાર થશે કે નવા વર્ષના સૂર્યોદયથી ગઢચિરોલીની કાયાપલટની શરૂઆત થઈ ગઈ છે, જોકે બીડમાં બંદૂક રાજ યથાવત છે, પરંતુ જો ગઢચિરોલીમાં બંધારણનું શાસન આવી રહ્યું છે તો મુખ્યમંત્રી ફડણવીસ પ્રશંસાને પાત્ર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp