Gujarat: લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, 28 મુસાફર ઇજાગ્રસ્ત
Road Accident in Panchmahal: માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. રોજ ક્યાંક ને ક્યાંક અકસ્માત થયાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. હવે માર્ગ અકસ્માતોમાં ઘણા લોકો જીવ ગુમાવી રહ્યા છે. ગઈકાલે ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર રીબડા નજીક સાંજે ટ્રક તથા ટાટા 407 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મગફળી ભરેલું ટ્રક પલટી ખાઇ જતા ટ્રક ચાલક દબાઇ ગયો હતો, જેથી તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતું. આ ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રકચાલકનાં મૃતદેહને ગોંડલ સિવિલ હૉસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવે વધુ એક મોટા અકસ્માતની ઘટના સામે આવી છે.
અમદાવાદ-ઇન્દોર હાઈવે પર ભથવાડા ગામ નજીક ગોઝારો અકસ્માત થયો છે. લક્ઝરી બસ અને ટ્રક અકસ્માતમાં 28 પેસેન્જર ઇજાગ્રસ્ત થઇ ગયા છે. અમદાવાદથી ભોપાલ જતી બસ ટ્રક પાછળ ઘૂસી ગઇ હતી. બસમાં ફસાયેલા પેસેન્જરોનું રેસ્ક્યૂ કરી દેવામાં આવ્યું છે. અકસ્માતમાં 8 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. 20 પેસેન્જરોને સામાન્ય ઈજા થઈ છે. બસના ચાલકને અમદાવાદ અને અન્ય ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp