જુનિયર ડૉક્ટરોની હડતાળના કારણે CM મમતા બેકફૂટ પર આવ્યા? હવે દીદી રાજીનામુ આપવા તૈયાર, જાણો શું બોલ્યા
કોલકાતા ડૉક્ટર બળાત્કાર અને હત્યા કેસમાં વધી રહેલા વિરોધ બાદ, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું હતું કે હું લોકોના માટે રાજીનામું આપવા તૈયાર છું. હું પણ આરજી કર હૉસ્પિટલના ડૉક્ટરની હત્યા માટે ન્યાય ઇચ્છું છું. CM મમતા બેનર્જીએ કહ્યું કે હું બંગાળની જનતા પાસે માફી માગુ છું. હું હજુ પણ આંદોલનકારી જુનિયર ડૉક્ટરો સામે કોઇ પગલાં નહીં લઉં. આરજી કર કાંડમાં ન્યાયની માંગ કરી રહેલા જુનિયર ડૉક્ટરો હડતાળ પર અડગ છે. સરકારે ગુરુવારે ફરીથી જુનિયર ડૉક્ટરો સાથે વાતચીત કરવાની રજૂઆત કરી હતી, પરંતુ તેઓ તેમની શરતો પર અડગ છે.
જુનિયર ડૉક્ટરોનું 30 સભ્યોનું પ્રતિનિધિમંડળ એ દિવસે મુખ્યમંત્રી સાથે વાત કરવા માટે રાજ્ય સચિવાલય માટે રવાના થયું હતું, પરંતુ તેમણે મમતા બેનર્જી સાથે મુલાકાત કરી નહોતી. તેઓ ઇચ્છે છે કે મુખ્યમંત્રી સાથે તેમની જે પણ વાતચીત થઇ છે તેનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવે. બીજી તરફ રાજ્ય સરકારે કહ્યું છે કે કોઇપણ શરત રાખીને કોઇ પણ પ્રકારની વાતચીત કરવામાં આવશે નહીં. મમતાએ કહ્યું કે તેઓ રાજ્યની જનતા માટે રાજીનામું આપવા તૈયાર છે.
મમતા બેનર્જીએ કહ્યું, આરજી કર મેડિકલ કૉલેજમાં બળાત્કાર-હત્યાનો કેસ કોર્ટમાં છે. એટલે અમે મીટિંગના લાઇવ સ્ટ્રીમિંગની મંજૂરી આપી શકતા નથી. અમે આ મીટિંગના વીડિયો રેકોર્ડિંગ કરવાની તૈયારી કરી હતી. જો ડૉક્ટરો ઇચ્છતા તો અમે સુપ્રીમ કોર્ટની પરવાનગી લઇને તેમને આ રેકોર્ડિંગ સાથે શેર કરી દેતા, પરંતુ તેઓ પોતાની વાત પર અડગ છે. હું બંગાળની જનતા પાસે માફી માગુ છું. હું ડૉક્ટરોને પાછા બોલાવી ન શકી નહીં. મને મુખ્યમંત્રી પદ સાથે કોઈ મોહ નથી.
બંગાળના મુખ્ય સચિવ મનોજ પંતે ગુરુવારે સાંજે 5:00 વાગ્યે પ્રદર્શનકારી ડૉક્ટરોને રાજ્ય સચિવાલયમાં મુલાકાત માટે બોલાવ્યા હતા. 5:25 વાગ્યે ડૉક્ટરો અહીં પહોંચ્યા. સરકારે બેઠક માટે 15 ડૉક્ટરોના પ્રતિનિધિમંડળને મંજૂરી આપી હતી. જોકે, પ્રતિનિધિમંડળમાં 30 સભ્યો હતા. ડૉક્ટરો મીટિંગના લાઈવ ટેલિકાસ્ટની માગ પર અડગ છે. તેથી બેઠક હજુ શરૂ થઈ શકી નથી. છેલ્લા 3 દિવસમાં ડૉક્ટરો સાથે વાતચીત કરવાની સરકાર દ્વારા આ ત્રીજી પહેલ છે. ડૉક્ટરોએ અગાઉની 2 દરખાસ્તોને ફગાવી દીધી હતી.
મીટિંગમાં જુનિયર ડૉક્ટરોના 30 પ્રતિનિધિમંડળને સામેલ કરવાની પરવાનગી મળે.
મીટિંગ નબાન્નોમાં થવી જોઈએ. પારદર્શિતા માટે મીટિંગનું જીવંત પ્રસારણ કરવામાં આવે.
મીટિંગનું સમગ્ર ફોકસ જુનિયર ડૉક્ટરોની 5 માગણીઓ પર હોવું જોઈએ.
મીટિંગમાં મુખ્યમંત્રી જરૂર સામેલ થાય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp