ગુપ્તાંગમાં હતું સંક્રમણ, ડૉક્ટરે જાણ કર્યા વિના જ કાપી નાખ્યું, પીડિતે CMને કરી ફરિયાદ
આસામના સિલચરમાં એક ડૉક્ટરે કથિત રીતે બાયોપ્સીના નામે 28 વર્ષીય છોકરાનું ગુપ્તાંગ જ કાપી નાખ્યું. પીડિતનું નામ અતિકુર રહેમાન બતાવવામાં આવી રહ્યું છે. તેના ગુપ્તાંગમાં ઇન્ફેક્શન હતું અને તેની સારવાર માટે યુવક આરોપી ડૉક્ટર ઈડન સિન્હા પાસે ગયો હતો. તેણે ઈડન વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. તેણે રાજ્યના મુખ્યમંત્રી પાસે કાર્યવાહીની પણ માગ કરી છે.
ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, આ ઘટના સિલચરના ગુંટુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અતિકુર અહીંની RE પ્રાઈવેટ હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી રહ્યો હતો. અતિકુર મણિપુરના જીરીબામનો રહેવાસી છે. તાજેતરમાં જ તેને ગુપ્તાંગમાં ઇન્ફેક્શન કારણે તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જ્યાં તપાસ બાદ, આરોપી ડૉક્ટર ઈડન સિન્હાએ તેને બાયોપ્સી ટેસ્ટ કરાવવા કહ્યું.
19 જૂને અતિકુરની બાયોપ્સી થવાની હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે બાયોપ્સીના નામે તેને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં આરોપી ડૉક્ટરે તેની પરવાનગી વિના તેના ગુપ્તાંગનું ઓપરેશન કરી દીધું અને તેને કાપી નાખ્યું. ઓપરેશનના તુરંત બાદ અતિકુરને આ વાતની ખબર ન પડી, પરંતુ ડ્રેસિંગને હટાવ્ય બાદ તે હેરાન રહી ગયો.
અતિકુરે આરોપ લગાવ્યો કે તેણે આરોપી ડૉક્ટરને મળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હોસ્પિટલના સ્ટાફે તેને મળતા રોકી દીધો. ત્યારબાદ તેણે ગંગુર પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર ઇડન સિન્હા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. NDTVના રિપોર્ટ અનુસાર, અતિકુરે કહ્યું કે, ‘હવે હું લાચાર છું અને મને ખબર નથી કે શું કરવું. મારું જીવન સમાપ્ત થઈ ગયું છે. મેં ઘણી વાર ડૉક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે મારા ફોનનો જવાબ પણ ન આપ્યો. હું માનસિક રીતે પરેશાન છું અને સર્જરીને કારણે મને પરેશાની થઈ રહી છે." આ ઉપરાંત, અતિકુરે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માને પણ આ મામલે હસ્તક્ષેપ કરવાની માગ કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp