Gujarat: 7 મહિનાની ગર્ભવતી પત્ની 'ગર્લફ્રેન્ડ' સાથે ફરાર, 2 વર્ષ અગાઉ કરેલા લગ્ન; પતિ પહોંચ્યો HC, જાણો શું છે મામલો
7 Month Pregnant Wife eloped with her Girlfriend: ગુજરાતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ અમદાવાદ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ વ્યક્તિનું કહેવું છે કે તેની 7 મહિનાની ગર્ભવતી પત્ની તેના લેસ્બિયન બહેનપણી સાથે ઘરેથી ભાગી ગઈ છે. 2 મહિનાથી તેનો કોઈ પત્તો નથી. તે ઓક્ટોબરમાં ઘરેથી ભાગી ગઇ હતી. અત્યાર સુધી પાછી આવી નથી. આ અંગે તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. પરંતુ પોલીસ તેને શોધવામાં નિષ્ફળ સાબિત થઈ છે. ત્યારબાદ હવે તેણે કોર્ટની શરણ લીધી છે. પીડિતે જણાવ્યું કે તેણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં તેની પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. હજુ સુધી પત્નીનો કોઈ પત્તો મળ્યો નથી.
તેણે વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓ ખુશીથી જીવન જીવતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પીડિતની પત્નીના તેની બહેનપણી સાથે સમલૈંગિક સંબંધો હતા. લગ્ન અગાઉ આ વાતની જાણ વર-કન્યાને થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાની શોધખોળ કરવામાં આવી રહી છે. મામલો પ્રકાશમાં આવ્યા બાદ હાઈકોર્ટે ગુજરાત પોલીસને મહિલાને શોધીને 23 ડિસેમ્બર સુધીમાં કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો છે.
ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં થોડા દિવસો અગાઉ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીંના પલ્લવપુરમ વિસ્તારની એક યુવતી સિવિલ લાઇન વિસ્તારમાં રહેતા તેની બહેનપણી સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ હોબાળો થયો હતો. યુવતીનો પરિવાર ભાજપના નેતાઓ સાથે તેની બહેનપણીના ઘરે પહોંચી ગયો હતો.
પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે તેમની પુત્રીને બહેનપણીએ ડ્રગ્સ આપીને સમલૈંગિક સંબંધો બાંધવા દબાણ કર્યું હતું. તેનું અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસ ઘટનાસ્થળે આવી અને આરોપી બહેનપણીને પરિવારજનોને સાથે લઈ ગઈ. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં પણ ભારે હોબાળો થયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp