Serial Killer: 11 લોકોની હત્યા કરનાર સીરિયલ કિલરની ભયાનક કહાની, પહેલા તે યુવાનોને શોધતો અને પછી

Serial Killer: 11 લોકોની હત્યા કરનાર સીરિયલ કિલરની ભયાનક કહાની, પહેલા તે યુવાનોને શોધતો અને પછી...

12/24/2024 National

SidhiKhabar

SidhiKhabar

Serial Killer: 11 લોકોની હત્યા કરનાર સીરિયલ કિલરની ભયાનક કહાની, પહેલા તે યુવાનોને શોધતો અને પછી

Serial Killer Ram Saroop Arrested: અત્યાર સુધી તમે ફિલ્મોમાં ભયાનક સીરિયલ કિલરની કહાની જોઈ જ હશે. પરંતુ પંજાબમાં એક સીરિયલ કિલરની કહાની સામે આવી છે જેને વાંચીને તમારા રુવાડા ઉભા થઇ જશે. ખરેખર, પંજાબના રૂપનગરમાં પોલીસે એક સીરિયલ કિલરની ધરપકડ કરી છે જેણે અત્યાર સુધી 10 લોકોની હત્યા કરી છે. નવાઈની વાત એ છે કે સીરિયલ કિલર પહેલા યુવકોને શોધતો હતો.

યુવકોની શોધખોળ બાદ તે બળજબરીથી તેમની સાથે સમલૈંગિક સંબંધો બાંધતો હતો. ત્યારબાદ તે યુવક પાસે પૈસા માગતો હતો. જ્યારે યુવક પૈસા ન આપતો તો તેને મારી નાખતો હતો. રૂપનગર પોલીસે આ ગુનેગારને 23મી ડિસેમ્બરે સોમવારના રોજ અન્ય એક હત્યાના કેસની તપાસ દરમિયાન પકડ્યો હતો અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ગુનેગાર 10 લોકોની હત્યાનો આરોપી છે.


11 ઘટનાઓની કબૂલાત કરી

11 ઘટનાઓની કબૂલાત કરી

ધરપકડ બાદ સીરિયલ કિલરે ઘણા રહસ્યો ખોલ્યા. તેણે જણાવ્યું કે તે નારંગી રંગના કપડા પહેરીને અને મહિલાઓની જેમ બુરખો પહેરીને અલગ-અલગ જગ્યાએ લોકોને આકર્ષિત કરતો હતો. ત્યારબાદ તે ઘણા લોકો સાથે સંબંધ બાંધતો હતો. અને પછી તે પૈસાની માગણી કરતો હતો. જો કોઈ તેને પૈસા ન આપે તો તે તેની સાથે મારામારી કરતો હતો. ત્યારબાદ તે તેને મોતને ઘાટ ઉતારી દેતો હતો, આરોપી પાસે કોઈ હથિયાર નહોતું પરંતુ તે માત્ર કપડાંથી લોકોને મારતો હતો. આ પછી તે પગે પડીને માફી પણ માગતો હતો.

પોલીસ તપાસમાં અત્યાર સુધી સામે આવ્યું છે કે તમામ કેસોમાં એક સામાન્ય લક્ષણ એ છે કે નજીકમાં પડેલા પથ્થર કે લાકડીથી હુમલો કર્યા બાદ આરોપી તેના કેસરી રંગના કપડા વડે ગળું દબાવીને હત્યા કરતો હતો. આરોપીનું નામ રામસ્વરૂપ છે. પોલીસ તપાસ દરમિયાન સીરિયલ કિલરે અત્યાર સુધીમાં 11 ગુના કર્યાની કબૂલાત કરી છે.


ક્યાં-ક્યાં ઘટનાઓને આપી ચૂક્યો છે અંજામ?

ક્યાં-ક્યાં ઘટનાઓને આપી ચૂક્યો છે અંજામ?

પોલીસના જણાવ્યા અનુસાર 3 જિલ્લામાં 10 હત્યાઓ થઈ છે. સીરિયલ કિલરે પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં 4 હત્યા, હોશિયારપુરમાં 2 હત્યા, સરહિંદ પટિયાલા રોડ પર એક હત્યા અને રોપર જિલ્લામાં 3 હત્યા કર્યાની પણ કબૂલાત કરી છે. આ પૈકીના 5 બનાવોની પોલીસ દ્વારા ખરાઈ પણ કરવામાં આવી છે. રોપર રૂપનગરના SSP ગુલનીત સિંહ ખુરાનાએ જણાવ્યું હતું કે હત્યારાને અગાઉ શોધી શકાયો નહોતો. બાદમાં હત્યારાને પકડવા માટે ટીમ બનાવવામાં આવી હતી. આ સીરિયલ કિલર પણ આ જ તપાસમાં ઝડપાયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top