Manmohan Singh Death Latest Updates: પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના આ જગ્યાએ થશે અંતિમ સંસ્કાર
Manmohan Singh death latest updates: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર, 2024) નિધન થઇ ગયું હતું. તેમને શ્વાસ લેવામાં પરેશાની થતા રાત્રે લગભગ 8:00 વાગ્યે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રે 9:51 વાગ્યે તેમનું નિધન થઇ ગયું હતું.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન, ભારતના તમામ સ્થળોએ જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિતપણે લહેરાવવામાં આવે છે ત્યાં ત્રિરંગો અડધો ઝુકેલો રહેશે અને રાષ્ટ્રીય શોકના સમયગાળા દરમિયાન કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો નહીં થાય.
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાન 3, મોતીલાલ નેહરુ રોડ, નવી દિલ્હી ખાતે રાખવામાં આવ્યા છે. આવતીકાલે (28 ડિસેમ્બર) સવારે 8:00 વાગ્યે, તેમના પાર્થિવ દેહને કોંગ્રેસ મુખ્યાલયમાં લઈ જવામાં આવશે અને કોંગ્રેસના કાર્યકરો તેમજ સામાન્ય લોકો સવારે 8:30-9:30 દરમિયાન શ્રદ્ધાંજલિ આપી શકશે. ત્યારબાદ અહીંથી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.
કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે કહ્યું છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે (28 ડિસેમ્બર) થશે. સવારે 10:00 થી 11:00 વચ્ચે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ અગાઉ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયથી સવારે 9:30 કલાકે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. મનમોહન સિંહના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આવતીકાલે નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp