16 વર્ષની ઉંમરમાં 18 વર્ષના યુવક સાથે લિવ-ઇન રિલેશનશિપમાં છો, તો નહીં મળે કોઈ સુરક્ષા, કોર્ટનો નિર્ણય- ફક્ત પુખ્ત વયના...
ઓછી ઉંમરમાં પ્રેમ અને સાથે રહેવાનો નિર્ણય લેનારા સગીરોની સુરક્ષાને લઈને કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા સગીરો કોર્ટ પાસેથી કાયદાકીય સુરક્ષા નહીં માગી શકે. જસ્ટિસ સુરેશ્વર ઠાકુર અને જસ્ટિસ સુદીપ્તિ શર્માની ખંડપીઠે કહ્યું કે, એવા સંબંધો પછી ભલે 2 સગીર વચ્ચે હોય કે સગીર અને પુખ્તવયના વ્યક્તિ વચ્ચે હોય, તે કાયદાકીય સુરક્ષાના દાયરાની બહાર છે.
સગીરોની નિર્ણય લેવાની ક્ષમતા પર વૈધાનિક મર્યાદાઓનો સંદર્ભ આપતા ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'કોઈ વયસ્ક સાથે લિવ-ઇન રિલેશનશિપ રહેનાર સગીર કે જ્યાં લિવ-ઇન રિલેશનશિપમાં માત્ર સગીર જ ભાગીદાર હોય, તો તે વ્યક્તિ કોર્ટો પાસે સુરક્ષા નહીં માગી શકે. આ નિષ્કર્ષ પર પહોંચવાનું કારણ એ હકીકતમાં નિશ્ચિતપણે રહેલું છે કે કોઈપણ ધાર્મિક સંપ્રદાય સાથે જોડાયેલ સગીર કોન્ટ્રાક્ટ કરવા માટે અસમર્થ છે. જો એમ છે, તો તેની પાસે પસંદ કરવાની અથવા પોતાની સ્વતંત્રતા વ્યક્ત કરવાની ક્ષમતા નથી.
હાઈકોર્ટે પોતાના વિગતવાર આદેશમાં જણાવ્યું હતું કે, કાયદાકીય માળખું સગીરોને પસંદગી કરતા અટકાવે છે, જેમાં લિવ-ઈન રિલેશનશિપમાં દાખલ થવાના ખોટા નિર્ણય સામેલ છે, પછી ભલે તે અન્ય સગીર સાથે હોય કે પુખ્ત સાથે. એવા સંબંધોમાં સગીરોને સુરક્ષા પૂરી પાડવી એ કાયદાકીય પ્રતિબંધોનું ખંડન કરશે, જે સગીરના વિવેકને મર્યાદિત કરે છે.
કોર્ટે કહ્યું કે લિવ-ઇન રિલેશનશિપમાં સગીર ભાગીદારોને સુરક્ષા પૂરી પાડવી, જ્યાં એક કે બંને સગીર હોય, સગીરની નિર્ણય લેવાની ક્ષમતાઓ પર કાયદાકીય પ્રતિબંધો સાથે ટકરાવ થશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે અદાલતો પોતાનો બચાવ કરવામાં અસમર્થ નાગરિકોના 'પેરેન્સ-પેટ્રિયા' અથવા કાનૂની રક્ષક તરીકે કામ કરે છે. સગીરોના કલ્યાણની ખાતરી કરવા માટે બંધાયેલા છે, જેમાં એ સુનિશ્ચિત કરવાનું સામેલ છે કે તેમની કસ્ટડી માતા-પિતા કે પ્રાકૃતિક વાલીઓને પરત કરવામાં આવે.
હાઈકોર્ટની બેન્ચે લિવ-ઈન રિલેશનશિપમાં પુખ્ત વયના લોકોના અધિકારોને એક કહેતા યથાવત રાખ્યા કે તેઓ કાયદાકીય સુરક્ષા મેળવવા માટે હકદાર છે, ભલે ભાગીદારોમાંથી કોઈ એક પરિણીત જ કેમ ન હોય. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સામાજિક કે નૈતિક વાંધાઓની ચિંતા કર્યા વિના, લિવ-ઇન રિલેશનશિપમાં પ્રવેશવાના અધિકાર સહિત વ્યક્તિઓની સ્વાયત્તતાનું સન્માન કરવું જરૂરી છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે આવી વ્યક્તિઓ માટેના કોઈ પણ વાસ્તવિક જોખમનેને અવગણી શકાય નહીં અને તેમની કાયદાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp