શૂઝની ફેક્ટરીમાં ભીષણ આગ, 3 બાળકો સહિત 5 લોકોના દર્દનાક મોત

શૂઝની ફેક્ટરીમાં ભીષણ આગ, 3 બાળકો સહિત 5 લોકોના દર્દનાક મોત

05/05/2025 National

SidhiKhabar

SidhiKhabar

શૂઝની ફેક્ટરીમાં ભીષણ આગ, 3 બાળકો સહિત 5 લોકોના દર્દનાક મોત

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક શૂઝ બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઇ હતી. રવિવારે રાત્રે 8:00 વાગ્યે શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હતી, ત્યારબાદ ફેક્ટરીમાં રાખેલા કેમિકલ અને ચામડાએ આગ પકડી લીધી હતી અને થોડી જ વારમાં 4 માળની ઇમારત ભડભડ બળવા લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે ફાયર બ્રિગેડની ટીમને તેને કાબૂમાં લેવા માટે ખૂબ જ મહેનત કરવી પડી, ત્યારે આગ પર કાબૂ મેળવી શકાયો. આ આગમાં જીવતા બળીને 5 લોકોના દર્દનાક મોત થઈ ગયા.


રાત્રે 8:00 વાગ્યે લાગીએ આગ

રાત્રે 8:00 વાગ્યે લાગીએ આગ

આ શૂઝની ફેક્ટરી કાનપુરના પ્રેમ નગર રહેણાંક વિસ્તારમાં આવેલી હતી, જ્યાં દુનિયા અલી નામના વ્યક્તિએ શૂઝ સપ્લાય કરવાની ફેક્ટરી લગાવી રાખી હતી. આ ફેક્ટરી ઘરના ભોંયરામાં ચાલી રહી હતી અને દાનિશ અને કાસિમ પોતાના પરિવાર સાથે ઉપરના ભાગમાં રહેતા હતા. કાસિમ પરિવાર સાથે બહાર જમવા ગયો હતો, જ્યારે દાનિશની પત્ની અને 3 બાળકો ઘરે જ હતા.

રાત્રે લગભગ 8:00 વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટના કારણે ફેક્ટરીમાં આગ લાગી હતી. ત્યારબાદ, ફેક્ટરીમાં રાખેલા કેમિકલો અને સિલિન્ડરોને કારણે, આગ તેજીથી ફેલાવા લાગી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો. જ્યારે આગ ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચી, ત્યારે દાનિશ પોતાની પત્ની અને બાળકોને બચાવવા માટે ઘરની અંદર ભાગ્યો, પરંતુ પછી તે આગની અંદર જ ફસાઈ ગયો અને બહાર નીકળી જ ન શક્યો.


નજીકના ઘરો ખાલી કરાવવામાં આવ્યા

નજીકના ઘરો ખાલી કરાવવામાં આવ્યા

આગની માહિતી મળતા જ ફાયર વિભાગાની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગની ગંભીરતાને જોઈને, વહીવટીતંત્રે સાવચેતીના પગલાં લીધાં અને નજીકના ઘરો ખાલી કરાવ્યા હતા. આ સિવાય આ વિસ્તારનો વીજ પુરવઠો પણ કાપી નાખ્યો હતો. આખી રાત શૂઝની ફેક્ટરી સળગતી રહી. ફેક્ટરીમાં કેમિકલ હોવાને કારણે, ફાયર વિભાગની ટીમને આગ પર કાબૂ મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી. સવારે 5:30 વાગ્યે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. ફેક્ટરીની અંદર કેટલીક જગ્યાએથી ધુમાડો નીકળી રહ્યો છે.

આ આગમાં દાનિશ, તેની પત્ની અને 3 બાળકો જીવતા બળીને રાખ થઈ ગયા હતા. NDRF ટીમે બળી ગયેલા મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. માહિતી આપતા, ADCP સેન્ટ્રલ રાજેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જેમને બર્નિંગ યુનિટમાં મોકલવામાં આવ્યા છે, ત્યારબાદ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top