ધોરણ-12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ રીતો જોઇ શકશો પરિણામ

ધોરણ-12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ રીતો જોઇ શકશો પરિણામ

05/05/2025 Education

SidhiKhabar

SidhiKhabar

ધોરણ-12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ રીતો જોઇ શકશો પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025ની પરીક્ષા લેવામાં આવી હતી, જેનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 10:30 કલાકે આ પરિણામ મૂકી દેવામાં હતું.


ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે.

વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને સ્કૂલ રજીસ્ટર (SR)ને લઈને  પછીથી નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. પરિણામની ખરાઈ, માર્ક્સની રિચેકિંગ, નામમાં, માર્કમાં સુધારા, ફરી પરીક્ષામાં સામેલ થવાનું સામેલ છે.  તેમજ  જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

ધોરણ 12 સાયન્સ કોમર્સના રીઝલ્ટ અગાઉ જ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો હતો. તેમણે પરીક્ષામાં સફળ થનારા અને સફળ ન થનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, સફળ ન થનારા વિદ્યાર્થીઓને એક મહિના બાદ ફરી પરીક્ષા અપવાનો ચાન્સ અને તેમણે ડિપ્રેશનમાં ન આવવાની અપીલ કરી હતી.


આ રીતે જોઇ શકાશે પરિણામ

આ રીતે જોઇ શકાશે પરિણામ

સૌથી પહેલાં GSEBની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જાવ.

હોમપેજ પર HSC Result 2025 લખેલું જોવા મળસે, તે લિંક પર ક્લિક કરો. હવે તમને રિઝલ્ટ લોગઈનનું પેજ જોવા મળશે.

હવે તમારો સીટ નંબર દાખલ કરો. તમારા એડમિટ કાર્ડ પર જે રીતે સીટ નંબર લખ્યો હોય તે એન્ટર કરો.

ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો.

હવે તમારા દરેક વિષયના માર્ક અને ઓવરઓલ સ્કોર જોવા મળશે. તમે તમારા રિઝલ્ટને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ આઉટ કઢાવી શકશો. ત્યારબાદ તમને શાળામાંથી સત્તાવાર માર્કશીટ આપવામાં આવશે.

વ્હોટ્સએપ નંબર 6357300971 પર સીટ નંબર મોકલીને પણ પરિણામ જાણી શકાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top