ટ્રમ્પનો વધુ એક ટેરિફ બોમ્બ, હવે અમેરિકા બહાર બનેલી દરેક ફિલ્મ પર લગાવી દીધો આટલા ટકા ટેરિફ

ટ્રમ્પનો વધુ એક ટેરિફ બોમ્બ, હવે અમેરિકા બહાર બનેલી દરેક ફિલ્મ પર લગાવી દીધો આટલા ટકા ટેરિફ

05/05/2025 World

SidhiKhabar

SidhiKhabar

ટ્રમ્પનો વધુ એક ટેરિફ બોમ્બ, હવે અમેરિકા બહાર બનેલી દરેક ફિલ્મ પર લગાવી દીધો આટલા ટકા ટેરિફ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, વિદેશમાં બનેલી બધી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લગાવવામાં આવશે. તેમણે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર આપી છે. પોતાની પોસ્ટમાં, તેમણે દાવો કર્યો હતો કે તેમણે ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને અમેરિકન વેપાર પ્રતિનિધિને તાત્કાલિક આ પ્રકારના ટેરિફને ચાલુ કરવા માટે અધિકૃત કર્યા છે. જોકે, તેમણે તેનો અમલ કેવી રીતે થશે તે અંગે કોઈ વિગત આપી નહોતી.


ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પોસ્ટ દ્વારા જાણો શું કહ્યું

ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પોસ્ટ દ્વારા જાણો શું કહ્યું

ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પોસ્ટમાં કહ્યું કે, ‘આ અન્ય દેશો દ્વારા એક સંયુક્ત પ્રયાસ છે અને એટલે, રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે. બાકી બધી વસ્તુઓ ઉપરાંત, આ મેસેજિંગ અને પ્રોપગેન્ડા પણ છે! તેમણે લખ્યું કે, અમેરિકામાં ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી મરી રહ્યો છે. અન્ય દેશો આપણા ફિલ્મ નિર્માતાઓ અને સ્ટૂડિયોને અમેરિકાથી દૂર ખેચવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. હોલિવુડ અને USA ઘણા અન્ય ક્ષેત્રો તબાહ થઈ રહ્યા છે. આ અન્ય રાષ્ટ્રોનો સંયુક્ત પ્રયાસ છે અને એટલે, રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે. આ, બાકી બધી વસ્તુઓ ઉપરાંત સૌથી મેસેજિંગ અને પ્રોપગેન્ડા છે! એટલે, હું ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ વિભાગ અને અમેરિકના વેપાર પ્રતિનિધિને આપણા દેશમાં આવતી કોઈપણ અને બધી વિદેશી ભૂમિમાં નિર્મિત ફિલ્મો પર 100 ટકા ટેરિફ લગાવવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા માટે અધિકૃત કરી રહ્યો છું. અમે ફરીથી અમેરિકામાં બનેલી ફિલ્મો ઇચ્છીએ છીએ!’


એપ્રિલમાં ચીને અમેરિકન ફિલ્મોનો ક્વોટા ઘટાડી દીધો હતો

એપ્રિલમાં ચીને અમેરિકન ફિલ્મોનો ક્વોટા ઘટાડી દીધો હતો

ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, અમેરિકનો ફિલ્મ ઉદ્યોગ પહેલાથી જ ટેરિફની અસર અનુભવી રહ્યો છે. તેનું કારણ એ છે કે એપ્રિલમાં, ચીને ટ્રમ્પને જવાબ આપતા, પોતાના દેશમાં અમેરિકન ફિલ્મોનો ક્વોટા ઘટાડી દીધો હતો.

ચાઇનીઝ ફિલ્મ એડમિનિસ્ટ્રેશને 10 એપ્રિલના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ચીન પર ટેરિફનો દુરુપયોગ કરવાની અમેરિકન સરકારની ખોટી કાર્યવાહીથી સ્થાનિક દર્શકોની અમેરિકન ફિલ્મોમાં રુચિ ઓછી કરી દેશે. અમે બજારના નિયમોનું પાલન કરીશું, દર્શકોની પસંદગીઓનો આદર કરીશું અને આયાતી અમેરિકન ફિલ્મોની સંખ્યામાં સામાન્ય ઘટાડો લાવીશું.’

અમેરિકા બાદ ચીન વિશ્વનું બીજું સૌથી મોટું ફિલ્મ બજાર છે, જોકે તાજેતરના વર્ષોમાં સ્થાનિક ફિલ્મો હોલિવુડ કરતા આગળ નીકળી ગઈ છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલો ટેરિફ પશ્ચિમી સ્ટૂડિયો ખાસ કરીને વૉલ્ટ ડિઝની કંપની, પેરામાઉન્ટ ગ્લોબલ અને વૉર્નર બ્રધર્સ ડિસ્કવરી ઇન્ક માટે મોટો ઝટકો હશે, જે અત્યારે પણ મહામારી બાદ વાપસી માટે સંઘર્ષ કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top