VIDEO: દુકાન પરથી દારુ લઇને પેગ મારી બેસ્ટની બસ ચલાવવા લાગ્યો ડ્રાઇવર

VIDEO: દુકાન પરથી દારુ લઇને પેગ મારી બસ ચલાવવા લાગ્યો ડ્રાઇવર

12/13/2024 National

SidhiKhabar

SidhiKhabar

VIDEO: દુકાન પરથી દારુ લઇને પેગ મારી બેસ્ટની બસ ચલાવવા લાગ્યો ડ્રાઇવર

BEST MSRTC bus driver on duty with alcohol: મુંબઈના કુર્લામાં થયેલા ભયાનક બસ અકસ્માત બાદ પણ ડ્રાઈવરોની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. બૃહમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના કાફલામાં વેટ-લીઝ બસોના ડ્રાઈવરોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 9 ડિસેમ્બરે થયેલા ભયાનક અકસ્માત બાદ આ વીડિયો સામે આવ્યો છે. કુર્લામાં બેસ્ટની બસે અનેક વાહનો અને લોકોને ટક્કર મારી હતી, જેમાં 7 લોકોના મોત થયા હતા અને 42 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

બેસ્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેમને આ અઠવાડિયે ડ્રાઇવરોની બેદરકારીના 4 વીડિયો મળ્યા છે. એક વીડિયોમાં ડ્રાઇવર દારૂ પીને ગાડી ચલાવતો જોઇ શકાય છે. સુરક્ષા અધિકારી તેની પૂછપરછ કરી રહ્યા છે. આ વીડિયો સ્પષ્ટ રૂપે મુલુંડ ડેપોનો છે. વીડિયો સામે આવ્યા બાદ ડ્રાઇવરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.


દારૂની ખરીદતા વીડિયો વાયરલ

દારૂની ખરીદતા વીડિયો વાયરલ

અધિકારીએ કહ્યું કે, "અમને અન્ય 3 વીડિયો પણ મળ્યા છે જેમાં ડ્રાઇવરો તેમની બસોને રસ્તાની બાજુએ રોકતા, દારૂ ખરીદતા અને તેમની સીટ પર પાછા ફરતા જોવા મળી રહ્યા છે." તેમાંથી 2 વીડિયો બાંદ્રા ઈસ્ટ અને અંધેરીના છે જ્યારે ત્રીજાનું લોકેશન સ્પષ્ટ નથી.

સૂત્રોએ જણાવ્યું કે બાંદ્રા ઈસ્ટનો વીડિયો દેખીતી રીતે કુર્લા વેસ્ટ અકસ્માતના 2 દિવસ બાદ 11 ડિસેમ્બરે શૂટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં દેખાતા ડ્રાઈવરો સામે બેસ્ટના અધિકારીઓએ શું કાર્યવાહી કરી છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

દારૂ ખરીદતા અને પીતા ડ્રાઈવરોનો વીડિયો એક સોશિયલ મીડિયા યુઝરે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. યુઝરે વીડિયોના કેપ્શનમાં લખ્યું, 'તાજેતરમાં મુંબઈના કુર્લામાં એક ભયાનક બસ અકસ્માત થયો હતો, જેમાં 6 લોકોના મોત થયા હતા અને 43 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. દરમિયાન બેસ્ટ બસના ડ્રાઇવર દારૂના નશામાં ફરજ પર છે.


વાયરલ વીડિયોના કારણે બેસ્ટના કર્મચારીઓની છબી ખરાબત થઈ રહી છે

વાયરલ વીડિયોના કારણે બેસ્ટના કર્મચારીઓની છબી ખરાબત થઈ રહી છે

બેસ્ટ કામગાર સેનાના પ્રમુખ સુહાસ સામંતે કહ્યું કે આ વીડિયો ટ્રાન્સપોર્ટર અને તેના કર્મચારીઓની ઈમેજ બગાડે છે. સામંતે દાવો કર્યો હતો કે, 'વેટ-લીઝ્ડ બસ ડ્રાઇવરોથી વિપરીત, બેસ્ટના કર્મચારીઓ સ્ટેન્ડિંગ ઓર્ડર અને સેવા નિયમોથી બંધાયેલા છે. તેથી તેઓ રસ્તા પર ક્યાંય પણ બસને રોકવાની અને દારૂ ખરીદવાની હિંમત નહીં કરે.

જનરલ મેનેજર અનિલકુમાર ડિગ્ગીકરે જણાવ્યું હતું કે, વેટ-લીઝ બસોના સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી છે. અકસ્માતોને રોકવા માટે અન્ય પગલાંની સાથે બ્રેથલાઈઝર ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top