'માથા પર ટોપી, ગળામાં કેસરી ખેસ...', મળો મોદીના જબરા ફેન અબુલ ખાનને, મહાકુંભમાં જોઈને લોકો આશ્ચ

'માથા પર ટોપી, ગળામાં કેસરી ખેસ...', મળો મોદીના જબરા ફેન અબુલ ખાનને, મહાકુંભમાં જોઈને લોકો આશ્ચર્યચકિત

12/16/2024 National

SidhiKhabar

SidhiKhabar

'માથા પર ટોપી, ગળામાં કેસરી ખેસ...', મળો મોદીના જબરા ફેન અબુલ ખાનને, મહાકુંભમાં જોઈને લોકો આશ્ચ

મહાકુંભના કાર્યક્રમમાં એક મુસ્લિમ વ્યક્તિ માથા પર ટોપી અને ગળામાં કેસરી ખેસ પહેરીને પહોંચ્યો હતો. બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. યુવકે જણાવ્યું કે તે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીનો મોટો ફેન છે. વડાપ્રધાન મોદી જ્યાં પણ રેલી કરવા જાય છે ત્યાં તેમનો ફેન પણ પહોંચી જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક અબુલ ફૈઝ ખાને કહ્યું કે, અત્યાર સુધી તે વડાપ્રધાન મોદીની 175થી વધુ રેલીઓમાં ભાગ લઈ ચૂક્યો છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રયાગરાજમાં ગંગા પૂજા અને બડે હનુમાન મંદિરમાં દર્શન પૂજા સાથે મહાકુંભ 2025ની શરૂઆત કરી હતી. આ અવસર પર વડાપ્રધાન મોદીએ સંગમ ખાતે વિશાળ જનસભાને પણ સંબોધિત કરી હતી. તેમણે અહીં 5500 કરોડ રૂપિયાની 167 વિકાસ યોજનાઓ પણ ભેટમાં આપી છે. વડાપ્રધાન મોદીનું સંબોધન સાંભળવા માટે લાખો લોકો એકઠા થયા હતા. જો કે જનસભાની ભીડ વચ્ચે વડાપ્રધાન મોદીનો એક એવો પ્રખર ચાહક પણ જોવા મળ્યો હતો. જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તે બીજો કોઈ નહીં, પરંતુ ગળામાં ભાજપનો ખેસ અને માથા પર મુસ્લિમ ટોપી પહેરીને વડાપ્રધાન મોદીનો ચાહક અબુલ ફૈઝ ખાન હતો.


અબુલ ફૈઝ ખાન મોદીની 175થી વધુ રેલીઓમાં ભાગ લઈ ચૂક્યો છે

અબુલ ફૈઝ ખાન મોદીની 175થી વધુ રેલીઓમાં ભાગ લઈ ચૂક્યો છે

અબુલ ફૈઝ ખાન ઉત્તર પ્રદેશનાના મઉના માહપુર ગામનો રહેવાસી છે. વડાપ્રધાન મોદીનો જબરો ફેન અબુલ ફૈઝ ખાનનો દાવો છે કે અત્યાર સુધી તે વડાપ્રધાન મોદીની 175થી વધુ રેલીઓમાં ભાગ લઈ ચૂક્યો છે. તેના કહેવા પ્રમાણે, તે ઉત્તર પ્રદેશ સિવાય હરિયાણા, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં પણ વડાપ્રધાન મોદીની રેલીમાં ભાગ લેવા માટે ઘણી વખત ગયો છે. અબુલ ફૈઝ ખાન ભાજપ લઘુમતી મોરચાના કાર્યકારી સમિતિનો સભ્ય પણ છે અને પદાધિકારી પણ રહી ચુક્યો છે.

અબુલ ફૈઝ ખાનનું કહેવું છે કે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીના કાર્યકાળમાં કોઈની સાથે કોઈ ભેદભાવ નથી, પરંતુ સબકા સાથ સબકા વિકાસના નારા હેઠળ હિન્દુ-મુસ્લિમ દરેક યોજનાનો લાભ મેળવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમો પણ સંપૂર્ણપણે સુરક્ષિત અનુભવી રહ્યા છે. અબુલ ફૈઝ ખાનનું કહેવું છે કે તેમની ભગવાનને પ્રાર્થના છે કે નરેન્દ્ર મોદી દેશના આગામી વડાપ્રધાન બને અને 2027માં યોગી આદિત્યનાથ ફરીથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બને.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top