વક્ફ બિલનો ઇન્ડિયા ગઠબંધને કર્યો વિરોધ, પરંતુ ઉદ્ધવની શિવસેનાના સાંસદ રહ્યા ગાયબ, મિલિંદ દેવરાએ

વક્ફ બિલનો ઇન્ડિયા ગઠબંધને કર્યો વિરોધ, પરંતુ ઉદ્ધવની શિવસેનાના સાંસદ રહ્યા ગાયબ, મિલિંદ દેવરાએ ઉઠાવ્યા સવાલ

08/09/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

વક્ફ બિલનો ઇન્ડિયા ગઠબંધને કર્યો વિરોધ, પરંતુ ઉદ્ધવની શિવસેનાના સાંસદ રહ્યા ગાયબ, મિલિંદ દેવરાએ

વક્ફ સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન ગુરુવારે ગૃહમાં શિવસેના (UBT)ના કોઇ સાંસદ હાજર નહોતા. આ અંગે શિંદે જૂથના સાંસદ મિલિંદ દેવડાએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ (UBT) ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે તેમનો પાખંડ ત્યારે ઉજાગર થઇ ગયો. જ્યારે સંસદમાં વક્ફ બોર્ડ બિલ પર ચર્ચા દરમિયાન ઉદ્ધવના સાંસદો હાજર નહોતા. મુસ્લિમોએ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને વોટ આપ્યા, પરંતુ બદલામાં તેમને મૌન મળ્યું છે.


મિલિંદ દેવરાએ ટ્વીટ કરીને શું કહ્યું

મિલિંદ દેવરાએ ટ્વીટ કરીને શું કહ્યું

મિલિંદ દેવરાએ ટ્વીટ કરીને કહ્યું, 'આજે સંસદમાં ઉદ્ધવ ઠાકરે જીના ઉબઠાના પ્રતિનિધિઓનો અસલી ચહેરો અને તેમનિં દોગલાપણાનો પર્દાફાશ થઇ થયો, જ્યારે વક્ફ બોર્ડ બિલ પર ચર્ચા દરમિયાન તમામ ઉબઠા પ્રતિનિધિઓ ગેરહાજર હતા. મુસ્લિમોએ તમને વોટ આપ્યા, પણ બદલામાં મૌન કેમ? મુસ્લિમો ચોક્કસપણે આ પ્રશ્નનો જવાબ ઉબાઠાના સાંસદો પાસેથી માગશે.


વક્ફ બોર્ડની જમીન પર શાળા-હૉસ્પિટલો બને - શ્રીકાંત શિંદે

વક્ફ બોર્ડની જમીન પર શાળા-હૉસ્પિટલો બને - શ્રીકાંત શિંદે

વક્ફ સંશોધન બિલના સમર્થનમાં શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ કહ્યું કે આ વક્ફ બિલ ખરેખર લઘુમતી મુસ્લિમ સમુદાયના કલ્યાણ માટે છે. વિપક્ષ તેની વિરુદ્ધ છે કેમ કે તેઓ ઇચ્છતા નથી કે મુસ્લિમ મહિલાઓને પ્રતિનિધિત્વ મળે. આ બિલ પારદર્શિતા અને જવાબદારી લાવશે. વક્ફ બોર્ડની સેકડો એકર વિવાદિત જમીન છે. વક્ફ બોર્ડ તેના પર શાળાઓ અને હૉસ્પિટલો બનાવીને મુસ્લિમોનું ભલું કેમ નથી કરતું? હવે સરકાર વક્ફ બોર્ડની એ જમીનો પર શાળાઓ અને હૉસ્પિટલો બનાવે.


કિરેન રિજિજૂએ લોકસભામાં રજૂ કર્યું વક્ફ સંશોધન બિલ

કિરેન રિજિજૂએ લોકસભામાં રજૂ કર્યું વક્ફ સંશોધન બિલ

ગુરૂવારે લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. બિલ પર ચર્ચા કર્યા બાદ તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલી દેવામાં આવ્યું હતું. આ બિલ અંગે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ લોકસભામાં જણાવ્યું હતું કે આ સંશોધન બિલ વ્યાપક ચર્ચા વિચારણા બાદ લાવવામાં આવ્યું છે. તેનાથી મુસ્લિમ મહિલાઓ અને બાળકોનું કલ્યાણ થશે. રિજિજૂએ કહ્યું કે કોંગ્રેસ જે નથી કરી શકી તે અમે કરી રહ્યા છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top