આવતા વર્ષે 5G લોન્ચ કરવાની તૈયારી, ટેલીકોમ ક્ષેત્રના કેટલાક કાયદાઓ પણ બદલશે સરકાર

આવતા વર્ષે 5G લોન્ચ કરવાની તૈયારી, ટેલીકોમ ક્ષેત્રના કેટલાક કાયદાઓ પણ બદલશે સરકાર

12/17/2021 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

આવતા વર્ષે 5G લોન્ચ કરવાની તૈયારી, ટેલીકોમ ક્ષેત્રના કેટલાક કાયદાઓ પણ બદલશે સરકાર

નવી દિલ્હી : કોઈ પણ દેશના વિકાસમાં ટેલિકોમ્યુનિકેશન સેક્ટર અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ ભારતમાં આ ક્ષેત્ર માટે વર્ષો પહેલા બનાવવામાં આવેલા કાયદાઓ હવે દેશના વિકાસમાં અવરોધરૂપ બનવા માંડ્યા છે. ભારત સરકાર હવે જૂના કાયદાઓમાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. સરકાર ઇચ્છે છે કે કંપનીઓને એકબીજા સાથે મર્જ કરવા, વિસ્તરણ કરવા અને બિઝનેસ ચલાવવા માટે બહુ મંજૂરી મેળવવી ન પડે તેમજ ભવિષ્યમાં કોર્ટમાં લડવાની પણ જરૂર ઉભી ન થાય.


મીડિયાના અહેવાલ મુજબ, ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે એક ઇન્ટરવ્યુમાં સરકારની આ મહત્વાકાંક્ષી યોજના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર એવો માર્ગ અપનાવવા જઈ રહી છે જેનાથી કંપનીઓને ધંધો કરવામાં સરળતા રહે. સરકાર ફેબ્રુઆરી 2022 સુધીમાં નવા નિયમો લાવી શકે છે.


મંત્રી અશ્વિની વૈષ્ણવે કોલોનિયલ યુગના ઇન્ડિયન ટેલીગ્રાફ એક્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે ટેલિકોમ્યુનિકેશન હજુ પણ 1885માં ઘડવામાં આવેલા કાયદાના આધારે જ ચાલી રહ્યું છે, પરંતુ હવે સમય ઘણો બદલાયો છે. ક્ષેત્ર સાથે જોડાયેલા નિયમો 60-70 વર્ષ જૂના છે, જે આ ક્ષેત્ર પર સરકારને વિશેષ અધિકારો આપે છે. તેમણે કહ્યું કે અમે આ નિયમોને સંપૂર્ણ રીતે બદલવા માંગીએ છીએ.

કેન્દ્રીય મંત્રી ઉમેરે છે કે અબજો લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સમૃદ્ધ ટેલિકોમ ઉદ્યોગની જરૂર છે. ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશો પહેલાથી જ 5G નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. એવી અપેક્ષા છે કે ભારત પણ આવતા વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બર સુધીમાં 5G નેટવર્ક લોન્ચ કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top