કેન્દ્રીય મંત્રીને મળી ધમકી, ફોન પર 50 લાખની ખંડણી માગી; જાણો શું છે મામલો

કેન્દ્રીય મંત્રીને મળી ધમકી, ફોન પર 50 લાખની ખંડણી માગી; જાણો શું છે મામલો

12/07/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

કેન્દ્રીય મંત્રીને મળી ધમકી, ફોન પર 50 લાખની ખંડણી માગી; જાણો શું છે મામલો

Sanjay Seth gets threat: કેટલાક લોકોએ મોદી સરકારના કેન્દ્રીય મંત્રીને ફોન પર આપી ધમકી? આરોપીઓએ મંત્રી પાસે 50 લાખ રૂપિયાની ખંડણી માગી છે. આ ઘટનાથી રાજકીય ગલિયારામાં પણ ખળભળાટ મચી ગયો છે. કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રી સંજય સેઠને આ ધમકીભર્યો સંદેશ મળ્યો છે. સંજય શેઠે આ અંગે પોલીસને જાણ કરી છે. પોલીસ આરોપીને શોધી રહી છે.


શું છે સમગ્ર મામલો?

શું છે સમગ્ર મામલો?

રિપોર્ટ્સ મુજબ, સંજય શેઠને અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. આ વ્યક્તિએ 50 લાખ રૂપિયાની ખંડણી માગી છે. શુક્રવારે સાંજે ગુનેગારોએ એક બાદ એક ઘણા બધા ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા. સંજય શેઠનું કહેવું છે કે શુક્રવારે બપોરે લગભગ 4 વાગ્યાની આસપાસ તેમને તેમના મોબાઈલ પર ઘણા બધા ધમકીભર્યા મેસેજ આવ્યા હતા. આરોપીઓએ તેમને 50 લાખની રકમ ચૂકવવા ધમકી આપી હતી. સંજય સેઠે આ માહિતી દિલ્હીના DCPને આપી હતી. DCP તરત જ તેમને મળ્યા અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મેસેજ મોકલનાર નંબર ઝારખંડના રાંચીનો છે. આ મેસેજ રાંચીના કાંકેથી મોકલવામાં આવ્યા છે. પોલીસ નંબર ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. એવામાં સંજય સેઠે ઝારખંડના DGP અનુરાગ ગુપ્તા સાથે પણ વાત કરી છે. પોલીસ આરોપીઓને પકડવાનો પ્રયાસ કરી રહી છે.


કોણ છે સંજય શેઠ?

કોણ છે સંજય શેઠ?

તમને જણાવી દઈએ કે સંજય સેઠ ઝારખંડની રાજધાની રાંચીથી ભાજપના સાંસદ છે. તેઓ રાંચીથી 2024ની લોકસભાની ચૂંટણી જીત્યા હતા. મોદી સરકારમાં તેમને રક્ષા રાજ્ય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top