Mumbai Boat Accident: મુંબઈમાં બોટ પલટી જતા 13 લોકોના મોત, PM મોદીએ આર્થિક સહાયની કરી જાહેરાત

Mumbai Boat Accident: મુંબઈમાં બોટ પલટી જતા 13 લોકોના મોત, PM મોદીએ આર્થિક સહાયની કરી જાહેરાત

12/19/2024 National

SidhiKhabar

SidhiKhabar

Mumbai Boat Accident: મુંબઈમાં બોટ પલટી જતા 13 લોકોના મોત, PM મોદીએ આર્થિક સહાયની કરી જાહેરાત

Mumbai Boat Accident: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક સ્પીડ બોટ પેસેન્જર ફેરી સાથે અથડાઈ હતી. બુધવારે મુંબઈના દરિયાકાંઠે સર્જાયેલા અકસ્માતમાં 13 લોકોના મોત થયા હતા. જેમાં 10 નાગરિકો અને 3 નેવીના જવાનોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

ફડણવીસના જણાવ્યા અનુસાર બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને લઈને ભારતીય નેવીનું નિવેદન પણ સામે આવ્યું છે. ભારતીય નૌસેનાએ સ્વીકાર્યું છે કે સ્પીડબોટ તેનું નૌકાદળનું જહાજ હતું. નિયંત્રણ ગુમાવવાને કારણે તે પેસેન્જર બોટ સાથે અથડાઈ હતી. નેવીના જણાવ્યા અનુસાર સ્પીડ બોટનું એન્જિન ખરાબ થઈ ગયું હતું. જેના કારણે તે કાબૂ બહાર થઇ ગઇ હતી.


નેવીની પ્રતિક્રિયા

નેવીની પ્રતિક્રિયા

નેવીએ X (અગાઉ ટ્વીટર) પર આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી છે. નેવીએ કહ્યું કે મુંબઈ હાર્બરમાં એક એન્જિનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એન્જિનમાં ખામી સર્જાઈ હતી. જેના કારણે ક્રૂ સ્પીડબોટ પર કાબૂ મેળવી શક્યો નહોતો. સ્પીડબોટ પેસેન્જર ફેરી સાથે અથડાઈ હતી, ત્યારબાદ પલટી ગઈ હતી.

ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 101 લોકોને બચાવી લેવાયા છે. ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ટીમમાં નેવીના 4 હેલિકોપ્ટર, 11 નેવલ ક્રાફ્ટ, એક કૉસ્ટ ગાર્ડ બોટ, ત્રણ મરીન પોલીસ ક્રાફ્ટ સામેલ છે. બચી ગયેલા બાળકોને પરત લાવવામાં આવી રહ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે નીલકમલ પેસેન્જર ફેરી એલિફન્ટા ટાપુઓ માટે નીકળી હતી, જે મુંબઈ નજીક એક લોકપ્રિય પ્રવાસી મહેલ છે. જેને સ્પીડબોટે બુધવારે સાંજે 4 વાગ્યે ટક્કર મારી દીધી હતી. જેથી તે પલટી ગઇ. હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે બોટ અને સ્પીડ બોટમાં કેટલા લોકો સવાર હતા?


રાષ્ટ્રપતિએ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મુંબઈમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. મુર્મૂએ ટ્વીટર પર લખ્યું કે મુંબઈ હાર્બર પાસે પેસેન્જર ફેરી અને ભારતીય નૌકાદળના જહાજ વચ્ચે અથડામણ બાદ 13 લોકોના જીવ ગયા છે. તેઓ અકસ્માત વિશે જાણીને આઘાત અને દુઃખી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા પરિવારો સાથે તેમની સંવેદના છે. તેઓ બચાવ અને રાહત કામગીરીમાં ઝડપી સફળતા અને બચી ગયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવે છે.


વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ આર્થિક સહાયની જાહેરાત કરી

વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ આર્થિક સહાયની જાહેરાત કરી

મહારાષ્ટ્રના મુંબઈમાં બોટ દુર્ઘટનામાં 13 લોકોના મોત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ માહિતી વડાપ્રધાન કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલયે લખ્યું કે, "વડાપ્રધાને મુંબઈમાં બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલા દરેક વ્યક્તિના પરિવારજનોને PMNRF તરફથી 2 લાખ રૂપિયાના આર્થિક સહાયની જાહેરાત કરી છે. ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે." 

તો મુખ્યમંત્રી ફડણવીસે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. આ દરમિયાન, એક અધિકારીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના માટે જવાબદાર નૌકા બોટના ડ્રાઈવર અને અન્ય લોકો વિરુદ્ધ દક્ષિણ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. FIR મુંબઈના સાકીનાકાના રહેવાસી નાથારામ ચૌધરી (22)ની ફરિયાદ પર નોંધવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top