મુનમુનને રાહત : સુપ્રીમે કેસની કાર્યવાહી ઉપર રોક લગાવી, ‘બબીતાજી’એ કર્યો હતો અભદ્ર શબ્દપ્રયોગ

મુનમુન દત્તાને રાહત : સુપ્રીમ કોર્ટે કેસની કાર્યવાહી ઉપર રોક લગાવી, ‘બબીતાજી’એ કર્યો હતો અભદ્ર શબ્દપ્રયોગ

06/18/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

મુનમુનને રાહત : સુપ્રીમે કેસની કાર્યવાહી ઉપર રોક લગાવી, ‘બબીતાજી’એ કર્યો હતો અભદ્ર શબ્દપ્રયોગ

નવી દિલ્હી : લોકપ્રિય ટીવી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા ઐયરનું પાત્ર ભજવતી મુનમુન દત્તાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. મુનમુન વિરુદ્ધ 4 રાજ્યોમાં દાખલ કરવામાં આવેલા કેસોની કાર્યવાહી ઉપર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ ઉપરાંત સુપ્રીમે દેશના અનેક રાજ્યોમાં થયેલા કેસોને એક જગ્યાએ ટ્રાન્સફર કરવાની માગ ઉપર પણ નોટીસ જારી કરી છે. મુનમુને સોશિયલ મીડિયા ઉપર જાતિસૂચક અભદ્ર શબ્દનો પ્રયોગ કર્યો હતો.

આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટની જસ્ટીસ હેમંત ગુપ્તાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે મુનમુન વિરુદ્ધ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં દાખલ કરવામાં આવેલા કેસોની કાર્યવાહી અટકાવી દીધી છે. પરંતુ હરિયાણામાં મુનમુન વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરની કાર્યવાહી ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. સુનાવણી દરમિયાન મુનમુનના વકીલે પીઠને કહ્યું હતું કે, મુનમુન પશ્ચિમ બંગાળની છે અને તેણે જે @@ શબ્દનો કથિત રીતે ઉપયોગ કર્યો હતો તે બાંગ્લા ભાષામાં સામાન્ય રીતે બોલવામાં આવે છે. વકીલે કહ્યું કે, મુનમુનને એ વાતની જાણકારી નહોતી કે તે શબ્દ જાતિસૂચક શબ્દ છે.

મુનમુનના વકીલે કોર્ટને કહ્યું કે, મુનમુનથી અજાણતાં જ આ ભૂલ થઈ ગઈ હતી અને તે ભૂલનો અહેસાસ થતાં થોડા કલાકો બાદ જ તેણે સોશિયલ મીડિયા ઉપરથી તેના વિડીયોને હટાવી દીધો હતો. વકીલને જવાબ આપતા પીઠે કહ્યું હતું કે, જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના વિશે બધાને ખબર જ છે કે તે શબ્દ જાતિસૂચક છે. સુપ્રીમ આ મામલે વધુ સુનાવણીઓ કરશે.

શું હતો મામલો ?

મુનમુને 10 મેના દિવસે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે તેના ચાહકો સાથે વાત કરતી જોવા મળી રહી હતી. વિડીયોમાં તે તેના મેકઅપ અંગે વાત કરી રહી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે, મેં લિપ ટીંટને (ગાલ પર) હળવા બ્લશની જેમ લગાવી લીધું છે, કારણ કે હું યૂટ્યુબ પર આવવાની છું અને હું સુંદર દેખાવા માગું છું, (અપશબ્દ) જેવી નથી દેખાવા માગતી.   


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top