આંબેડકર પર રાજ્યસભામાં આપેલા નિવેદનને લઇને વિપક્ષ હુમાલાવર, અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને આપ્

આંબેડકર પર રાજ્યસભામાં આપેલા નિવેદનને લઇને વિપક્ષ હુમાલાવર, અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને આપ્યો જડબાતોડ જવાબ

12/18/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

આંબેડકર પર રાજ્યસભામાં આપેલા નિવેદનને લઇને વિપક્ષ હુમાલાવર, અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને આપ્

Amit Shah: રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણ બાદથી વિપક્ષ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના મુદ્દે અમિત શાહ પાસેથી માફી માગે તેવી સતત માગ કરી રહ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અંગે કરેલી ટિપ્પણી અંગે કેન્દ્રીય ગૃહમંત્રીને કહ્યું કે દેશ બંધારણના નિર્માતાનું અપમાન સહન કરશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ગૃહમંત્રીએ માફી માગવી જોઈએ. રાહુલ ગાંધીએ સંસદ સંકુલમાં વિપક્ષના વિરોધની તસવીર પણ શેર કરી હતી. હવે તમામ વિપક્ષી દળો આ મામલે કૂદી પડ્યા છે અને અમિત શાહ પાસે માફીની માગ કરી રહ્યા છે. આ રમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રેસને સંબોધિત કરી હતી.

કોંગ્રેસે તથ્યોને તોડી- મરોડીને રજૂ કર્યા

અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે, સંસદમાં પાર્ટી અને વિપક્ષનો દૃષ્ટિકોણ અલગ છે. જ્યારે સંસદ જેવા દેશના સર્વોચ્ચ લોકતાંત્રિક મંચ પર ચર્ચા થાય છે ત્યારે તેમાં એક વાત સામાન્ય છે કે ચર્ચા તથ્યો અને સત્ય પર આધારિત હોવી જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલથી જે રીતે તથ્યોને તોડી મરોડીને રજૂ કરવાનો પ્રયાસ કર્યો તે ખૂબ જ નિંદનીય છે અને હું તેની નિંદા કરવા માગુ છું. બંધારણ અને જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી સત્તા રહી, ત્યારે ભાજપના વક્તાઓએ આ મુદ્દાને તથ્યો અને ઉદાહરણો સાથે લોકો સમક્ષ રજૂ કરતા હતા.


કોંગ્રેસે આંબેડકર અને સાવરકરનું અપમાન કર્યું

કોંગ્રેસે આંબેડકર અને સાવરકરનું અપમાન કર્યું

અમિત શાહે વધુમાં કહ્યું કે તેના આધારે નક્કી થયું કે કોંગ્રેસ બંધારણ વિરોધી પાર્ટી છે, બાબા સાહેબ આંબેડકર વિરોધી પાર્ટી છે, કોંગ્રેસે વીર સાવરકરનું અપમાન કર્યું છે, ન્યાયતંત્રનું અપમાન કર્યું, સેનાના શહીદોનું અપમાન કર્યું અને ભારતની ભૂમિને તોડીને વિદેશી દેશોને આપવાની હિમાયત કરી. જ્યારે આ સમગ્ર સત્ય બહાર આવ્યું ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ફરી તેને તોડી મરોડીને સમાજમાં પોતાની વાતો  ફેલાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે સંસદમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે સિદ્ધ થઈ ગયું કે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરનો જોરદાર વિરોધ કર્યો. બાબા સાહેબની ગેરહાજરી છતા કોંગ્રેસે બાબા સાહેબને હાંસિયામાં ધકેલી દેવાનો પ્રયાસ કર્યો. બંધારણ સભાએ તેનું કામ કર્યું હતું. ત્યારબાદ જ્યારે ચૂંટણી થઈ ત્યારે બંને વખત કોંગ્રેસે બાબા સાહેબને હરાવવામાં કોઈ કસર છોડી ન હતી.

કોંગ્રેસે બાબા સાહેબની હાર સુનિશ્ચિત કરી

અમિત શાહે વધુમાં કહ્યું કે, કોંગ્રેસે ખાસ પ્રયાસો કરીને બાબા સાહેબની હાર સુનિશ્ચિત કરી. કોંગ્રેસના નેતાઓએ પોતાને જ ભારત રત્ન આપ્યો છે. નેહરુને 55 વર્ષની ઉંમરે અને ઈન્દિરા ગાંધીને 75 વર્ષની ઉંમરે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. બાબા સાહેબને 1990માં ભારત રત્ન મળ્યો, જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં ન હતી અને ભાજપની ગઠબંધન સરકાર હતી. તેણે બાબા સાહેબની 100મી જન્મજયંતિ ઉજવવાની પણ ના પાડી દીધી. નેહરુજીની બાબા સાહેબ પ્રત્યેની નફરત જાણીતી હતી.

તેમણે વધુમાં કહ્યું કે ગાંધી પરિવારના લાખો સ્મારકો બનાવનાર પરિવારના વડા નેહરુ કહે છે કે આ સ્મારક મુજીબની પહેલ પર બનાવવું જોઈએ. આંબેડકરની કલમ 370ની વિરુદ્ધ છે. જ્યાં સુધી કોંગ્રેસ સત્તામાં હતી ત્યાં સુધી કોંગ્રેસે બાબા સાહેબનું સ્મારક બનવા દીધું ન હતું. ભાજપ સરકારે બાબા સાહેબ સાથે જોડાયેલા સ્થળોનો વિકાસ કર્યો.


ભાજપ બાબા સાહેબનું અપમાન કરતી નથી

ભાજપ બાબા સાહેબનું અપમાન કરતી નથી

સંબોધન કરતી વખતે અમિત શાહે વધુમાં કહ્યું કે 19 નવેમ્બર 2015ના રોજ નરેન્દ્ર મોદીએ આંબેડકરજીના સન્માનમાં 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો હતો. 2018માં, વડાપ્રધાન મોદીએ મહાપરિનિર્વાણ સ્થળ પર ડૉ. આંબેડકર મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજ્યસભામાં મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું. કોંગ્રેસ દ્વારા જાહેર જીવનમાં અપનાવવામાં આવેલી પદ્ધતિ નિવેદનોને તોડી મરોડીને ખોટી માન્યતાઓ ઊભી કરવાની છે.

જ્યારે ચૂંટણીઓ ચાલી રહી હતી, ત્યારે મારું નિવેદન AIનો ઉપયોગ કરીને એડિટ કરવામાં આવ્યું હતું અને સમગ્ર દેશમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું. આજે આંબેડકરજી માટેના મારા નિવેદનોને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું. મારું આખું નિવેદન જનતા સમક્ષ મૂકવું જોઈએ. હું એ પાર્ટીમાંથી આવ્યો છું જે ક્યારેય બાબા સાહેબનું અપમાન ન કરી શકે.

અમિત શાહે કહ્યું- અમે આંબેડકરના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો

તેમણે કહ્યું કે જ્યારે પણ ભાજપ સત્તામાં હતી ત્યારે અમે બાબા સાહેબના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો છે અને ભાજપે અનામતને વધુ મજબૂત બનાવવાનું કામ કર્યું છે, જે રીતે કોંગ્રેસે અનામતનો વિરોધ કર્યો તે પણ અમે જાણીએ છીએ. મંડલ કમિશનનો રિપોર્ટ 31 ડિસેમ્બર 1980ના રોજ આવ્યો હતો. 1980માં ઈન્દિરાજીએ મંડલ કમિશનને બેક બર્નર પર મૂક્યું હતું. 1990માં જ્યારે બિનકોંગ્રેસી સરકાર આવી ત્યારે મંડલ કમિશનનો રિપોર્ટ આગળ લાવવામાં આવ્યો હતો. જ્યારે મંડલ કમિશનનો રિપોર્ટ લાગૂ કરવામાં આવ્યો ત્યારે રાજીવ ગાંધીએ OBC અનામતનો વિરોધ કરવા માટે તેમના જીવનકાળનું સૌથી લાંબુ ભાષણ આપ્યું હતું. મારું સમગ્ર નિવેદન રાજ્યસભાના રેકોર્ડમાં સ્પષ્ટપણે ઉપલબ્ધ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top