અંકલેશ્વર જળબંબાકાર : 15થી વધુ ટ્રેનો રદ, હાઈવે પર ટ્રાફિક જામ, સોસાયટીઓમાં મકાનો જળમગ્ન, જુઓ અ

અંકલેશ્વર જળબંબાકાર : 15થી વધુ ટ્રેનો રદ, હાઈવે પર ટ્રાફિક જામ, સોસાયટીઓમાં મકાનો જળમગ્ન, જુઓ અંકલેશ્વરના કેવાં હાલ

09/18/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અંકલેશ્વર જળબંબાકાર : 15થી વધુ ટ્રેનો રદ, હાઈવે પર ટ્રાફિક જામ, સોસાયટીઓમાં મકાનો જળમગ્ન, જુઓ અ

ગુજરાતમાં ફરી બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના 100 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં 1થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે. હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદ અને નર્મદા નદીના પાણીને કારણે ભરૂચ અને અંકલેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અંકલેશ્વરમાં 15થી 20 ફૂટ સુધી પાણી ભરાયા છે. શહેરની અનેક સોસાયટીઓ જળમગ્ન બની છે. સોસાયટીઓમાં પાણી ઘુસી જતા વીજળીઓ ગુલ થઈ ગઈ છે. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતા અંકલેશ્વરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અંકલેશ્વરના હાંસોટ રોડ પરની 15થી વધુ સોસાયટીમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યા છે. શહેરમાં પાણી ભરાતા વીજ સમસ્યા પણ ઉભી થઈ છે.


રેલવે ટ્રેક પર ભરાયા પાણી, રેલ વ્યવહારને થઈ અસર

ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના સિલ્વર બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલવે ટ્રેક બંધ કરાયો છે. નર્મદા નદીના જળસ્તરમાં ભયજનક વધારો થતા રેલ વ્યવહાર બંધ કરાયો છે. વર્ષ 2013 બાદ પ્રથમ વખત રેલ વ્યવહારને અસર થઈ છે. ગોલ્ડન બ્રિજ, નર્મદામૈયા બ્રિજ બાદ સિલ્વર બ્રિજ પણ બંધ કરાયો છે. રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થતાં મુંબઈ-અમદાવાદની 15થી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે. વડોદરા ડિવિઝનની પણ કેટલીક ટ્રેન રદ કરાઈ છે. ટ્રેનની અવરજવર બંધ થતાં મુસાફરો અટવાયા છે.


કઈ કઈ ટ્રેનો કરાઈ રદ?

કઈ કઈ ટ્રેનો કરાઈ રદ?

વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ છે. જેના કારણે 18 સપ્ટેમ્બર 2023ના રોજ અમદાવાદ ડિવિઝનની 12 ટ્રેનોને રદ કરવામાં આવી છે. જેમાં (1) ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, (2) ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ, (3) ટ્રેન નંબર 20902 ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, (4) ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ, (5)ટ્રેન નંબર 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, (6) ટ્રેન નંબર 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, (7) ટ્રેન નંબર 12934 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ, (8) ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ, (9) ટ્રેન નંબર 82902 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ, (10) ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ, (11) ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ, (12) ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.


ભરૂચ-અંકલેશ્વરનો માર્ગ કરાયો બંધ

ભરૂચ-અંકલેશ્વરનો માર્ગ કરાયો બંધ

તો બીજી બાજુ નર્મદા નદીનું જળસ્તર વધતા ભરૂચ-અંકલેશ્વરનો માર્ગ પણ બંધ કરાયો છે. ભરૂચ-અંકલેશ્વર તરફનો માર્ગ બંધ કરાતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. નેશનલ હાઈવે પર 1થી 2 કિમીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. છેલ્લા 1 કલાકથી હેવી વ્હીકલો સહિત ફોર વ્હીલરો ટ્રાફિક જામમાં ફસાયા છે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top