NEET PGની પરીક્ષાની તારીખ થઈ જાહેર, 2 શિફ્ટમાં થશે આયોજિત

NEET PGની પરીક્ષાની તારીખ થઈ જાહેર, 2 શિફ્ટમાં થશે આયોજિત

07/05/2024 Education

SidhiKhabar

SidhiKhabar

NEET PGની પરીક્ષાની તારીખ થઈ જાહેર, 2 શિફ્ટમાં થશે આયોજિત

NEET PG 2024 Exam Date: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS)એ NEET PGની નવી પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. આ પરીક્ષા હવે 11 ઑગસ્ટ 2024ના રોજ આયોજિત કરવામાં આવશે. પરીક્ષા 2 શિફ્ટમાં આયોજિત કરવામાં વશે. SOP અને પ્રોટોકૉલની સમીક્ષા બાદ NEET PGની નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. 2 શિફ્ટમાં આયોજિત થનારી NEET PGની પરીક્ષા સંબંધિત વધુ જાણકારી જલદી જ બોર્ડની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર જાહેર કરવામાં આવશે.


NEET PGનું આયોજન 23 જૂને થવાનું હતું

NEET PGનું આયોજન 23 જૂને થવાનું હતું

જે ઉમેદવારોએ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એન્ટરેન્સ એક્ઝામ (NEET PG) માટે અરજી કરી હતી અને 23 જૂને પરીક્ષામાં બેસવાના હતા. તેઓ NBEની સત્તાવાર વેબસાઇટ પર જઈને નવી પરીક્ષાની તારીખની નોટિસ ચેક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે NEET PGનું આયોજન 23 જૂને થવાનું હતું, જેને NEET UG પેપર લીક વિવાદ બાદ 22 જૂને નિર્ધારિત સમયથી 12 કલાકથી પણ ઓછા સમય પહેલા પરીક્ષાની અખંડતાના ઉલ્લંઘનના પ્રયાસનો સંદર્ભ આપતા સ્થગિત કરી દેવામાં આવી હતી.


NBEMS અધ્યક્ષ અભિજાત શેઠે શું કહ્યું

NBEMS અધ્યક્ષ અભિજાત શેઠે શું કહ્યું

પરીક્ષા રદ્દ થયા બાદ NBEMS અધ્યક્ષ અભિજાત શેઠે કહ્યું હતું કે, NEET PGનો સવાલ છે, આ પરીક્ષાની સત્યનિષ્ઠા પર પણ ક્યારેક શંકા નહોતી. છેલ્લા 7 વર્ષોથી અમે અત્યાર સુધી સફળતાપૂર્વક તેનું આયોજન કર્યું છે. હાલની ઘટનાઓના કારણે, એવું થયું છે કે વિદ્યાર્થી સમુદાયોમાં આ બધા પ્રકારની પરીક્ષાઓને લઈને ઘણી બધી ચિંતાઓ હતી અને તેના જવાબમાં સરકારે ફરી એક વખત એ સુનિશ્ચિત કરવાનો નિર્ણય લીધો છે કે પરીક્ષાની પવિત્રતા અને સુરક્ષા બનાવી રાખવી જોઈએ. તેમણે કહ્યું હતું કે જરૂરી SOP અને પ્રોટોકૉલની સમીક્ષા બાદ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.


NEET PG ઉમેદવાર સાવધાન:

NEET PG ઉમેદવાર સાવધાન:

આ અગાઉ NBEએ એક નોટિસ જાહેર કરીને ઉમેવારોને સલાહ આપી હતી કે તેઓ નકલી E-mail/SMS કે નકલી દસ્તાવેજો કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ પ્રકારની મદદ પૂરી કરવાનો ખોટો દાવો કરનાર બેઈમાન એજન્ટ/દલાલોની ઉશ્કેરણીમાં ન આવે. NBEMS દ્વારા આયોજિત કોઈ પણ પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવાના સંબંધમાં NBEMS ઉમેદવારોને કોઈ E-mail કે SMS મોકલતી નથી. કૃપયા NBEMS નામથી પ્રાપ્ત SMSના માધ્યમથી મળેલી જાણકારીને NBEMSની વેબસાઇટના અપડેટ કે Emailથી તપાસ કરી લે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top