Surat: નવી સિવિલ હૉસ્પિટલની ઘોર બેદરકારી, નવજાત બાળકની ચોરી કરી અજાણી મહિલા ફરાર

Surat: નવી સિવિલ હૉસ્પિટલની ઘોર બેદરકારી, નવજાત બાળકની ચોરી કરી અજાણી મહિલા ફરાર

03/22/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Surat: નવી સિવિલ હૉસ્પિટલની ઘોર બેદરકારી, નવજાત બાળકની ચોરી કરી અજાણી મહિલા ફરાર

Surat New Civil Hospital: નવી સિવિલ હૉસ્પિટલ દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન છે, પરંતુ આ હૉસ્પિટલ વારંવાર વિવાદ અને ચર્ચામાં આવતી રહે છે. હવે નવી સિવિલ હૉસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. નવી સિવિલ હૉસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાંથી એક અજાણી મહિલએ નવજાત ચોરી કરવાની ઘટના ઘટી છે.


માતાની નજર ચૂકવીને મહિલાએ બાળક ચોર્યું

માતાની નજર ચૂકવીને મહિલાએ બાળક ચોર્યું

મળતી માહિતી મુજબ, 23 વર્ષીય સંધ્યા શુક્લા પાંડેસરા-બમરોલી રોડ પર આવેલા ગોવર્ધન નગરમાં રહે છે. તેને શુક્રવારે પ્રસૂતિનો દુઃખાવો થવા લાગ્યો હતો, જેથી પરિવારજનોએ તેને નવી સિવિલ હૉસ્પિટલમાં એડમિટ કરીહતી. અહીં તેને સ્ટેમસેલ બિલ્ડિંગમાં એડમિટ કરવામાં આવી હતી.

સંધ્યાએ બપોરના સમયગાળામાં બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ સંધ્યા અને નવજાતને વધુ સારવાર માટે બિલ્ડિંગના બીજા માળે એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સાંજે 7:00 વાગ્યાના સમયગાળામાં સંધ્યાની નજર ચૂકવીને એક મહિલાએ નવજાતને થેલામાં નાખીને ચોરી કરી લીધી અને ફરાર થઇ ગઈ હતી. પરિવારને એ અંગે જાણ થતા તેમણે હૉસ્પિટલમાં તેની શોધખોળ શરૂ કરી હતી અને તે ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

શુક્રવારે રાત્રે હૉસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થઇ જતા હૉસ્પિટલમાં હાહાકાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી દીધી છે. CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી આરોપી સુધી પહોંચી શકાય.


નવજાતની સુરક્ષાને લઇને સવાલ

નવજાતની સુરક્ષાને લઇને સવાલ

એક અજાણી મહિલા નવજાતને ચોરી કરીને ફરાર થઇ અને કોઈને ભનક પણ ન લાગી એ તો કેવી રીતે શક્ય બને? એ પણ થેલામાં નાખીને. બાળક હજી તો તાજું જનમ્યું હતું, તેના કલાકો જ થયા હતા. એવામાં નવજાતને થેલામાં નાખીને લઇ ગઈ, એ પણ કોઈને એ ધ્યાનમાં ન આવ્યું? નવજાત હોવાથી તે માથું સ્ટેબલ તો રાખી શકવાનું નથી અને જો બાળકને થેલામાં લઇ જવાયું હોય તો તે સુરક્ષિત પણ હશે કે કેમ? એ એક મોટો સવાલ છે.

આ ઘટના નવી સિવિલ હૉસ્પિટલની સુરક્ષાને લઈને મોટા સવાલ ઉભા કરે છે. આ અગાઉ પણ હૉસ્પિટલમાંથી બાળક ચોરી થવાની ઘટના સામે આવી છે, છતા પણ આવી ઘટનાઓના નિવારણ માટે હજી સુધી કોઈ પગલા કેમ લેવામાં આવી રહ્યા નથી? આ હૉસ્પિટલ પ્રશાસનની ઘોર બેદરકારી નહીં તો શું કહેવાય? અને શું હૉસ્પિટલની સિક્યુરિટી શોભાના ગાંઠીયા સમાન છે?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top