નીતિન ગડકરીની લોકસભાની ચૂંટણીને લઇને મોટી જાહેરાત- વૉટ આપવા હોય તો આપો, માલ-પાણી નહીં મળે, લક્ષ

નીતિન ગડકરીની લોકસભાની ચૂંટણીને લઇને મોટી જાહેરાત- વૉટ આપવા હોય તો આપો, માલ-પાણી નહીં મળે, લક્ષ્મી..

09/30/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

નીતિન ગડકરીની લોકસભાની ચૂંટણીને લઇને મોટી જાહેરાત- વૉટ આપવા હોય તો આપો, માલ-પાણી નહીં મળે, લક્ષ

પોતાના નીડર અંદાજ માટે પ્રખ્યાત રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી અને વરિષ્ઠ ભાજપના નેતા નીતિન ગડકરીએ કહ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના લોકસભા ક્ષેત્ર નાગપુરમાં કોઈ બેનર કે પોસ્ટર નહીં લગાવે અને કોઇને ચા-પાણીની પણ નહીં પીવાડે. તેમણે કહ્યું કે, વૉટ આપવા હોય તો આપો, નહીં તો ન આપતા. તમને (વૉટર્સને) માલ-પાણી નહીં મળે, લક્ષ્મી (પૈસા) દર્શન પણ નહીં કરાવીએ. દેશી-વિદેશી (દારૂ) નહીં મળે. હું પૈસા ખાઉં પણ નહીં અને ખાવા પણ નહીં દઉં, પરંતુ તમારી સેવા ઈમાનદારીથી કરીશ.


આ અગાઉ શું કહ્યું હતું નીતિન ગડકરીએ?

આ અગાઉ શું કહ્યું હતું નીતિન ગડકરીએ?

આ અગાઉ જુલાઈમાં નીતિન ગડકરીએ એક કિસ્સો સંભળાવતા કહ્યું હતું કે તેમણે એક વખત ચૂંટણી દરમિયાન મતદાતાઓને મટન ઉપલબ્ધ કરાવ્યું હતું, છતા પણ તેઓ હારી ગયા હતા. તેમણે એ વાત પર ભાર આપ્યો કે મતદાતાઓ પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ ઉત્પન્ન કરીને ચૂંટણી જીતી શકાય છે. ગડકરીએ કહ્યું હતું કે, મતદાતા ખૂબ હોશિયાર છે અને તેમને દરેક ઉમેદવાર પાસેથી ચૂંટણી ભેટ મળી છે. લોકો મોટા ભાગે પોસ્ટર લગાવીને અને ચૂંટણી ઉપહાર આપીને ચૂંટણી જીતે છે.


2014 અને 2019માં ગડકરી નાગપુર સીટ પરથી લોકસભાની ચૂંટણી જીત્યા

નીતિન ગડકરીએ કહ્યું કે હું એવી રણનીતિઓમાં વિશ્વાસ રાખતો નથી. મેં એક વખત પ્રયોગ કર્યો હતો અને મતદાતાઓને એક કિલો મટન આપ્યું હતું, પરંતુ અમે ચૂંટણી હારી ગયા હતા. મતદાતા ખૂબ સ્માર્ટ છે. ઉલ્લેખનીય છે કે નીતિન ગડકરીએ વર્ષ 2014 અને વર્ષ 2019માં નાગપુર સીટ પરથી લોકસભાની ચૂંટણી જીતી હતી.


મહારાષ્ટ્રમાં લોક નિર્માણ વિભાગ મંત્રી તરીકે પણ ચર્ચા રહી ચૂક્યા છે નીતિન ગડકરી:

મહારાષ્ટ્રમાં લોક નિર્માણ વિભાગ મંત્રી તરીકે પણ ચર્ચા રહી ચૂક્યા છે નીતિન ગડકરી:

તેઓ મોદી સરકારમાં સડક પરિવહન અને હાઇવે મંત્રાલય સંભાળી રહ્યા છે. એ સિવાય ગડકરી મહારાષ્ટ્રમાં પણ લોક નિર્માણ વિભાગ મંત્રી તરીકે ચર્ચામાં રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નીતિન ગડકરી પોતાની નીડર નિવેદનબાજી માટે જાણીતા છે. તેઓ પોતાના વિભાગના સંબંધિત કામોને લઈને એલર્ટ રહે છે. અહીં સુધી કે ખુલ્લા મંચ પર કહે છે કે હું ગુણવત્તા સાથે કોઈ સમજૂતી કરતો નથી. સારી રીતે કામ કરવું જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top