અભિષેક શર્મા નહીં, આ ખેલાડીનું પરાક્રમ જોઈને ચોંકી ગયા ગૌતમ ગંભીર, રિએક્શને મચાવ્યો હાહાકાર

અભિષેક શર્મા નહીં, આ ખેલાડીનું પરાક્રમ જોઈને ચોંકી ગયા ગૌતમ ગંભીર, રિએક્શને મચાવ્યો હાહાકાર

02/03/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

અભિષેક શર્મા નહીં, આ ખેલાડીનું પરાક્રમ જોઈને ચોંકી ગયા ગૌતમ ગંભીર, રિએક્શને મચાવ્યો હાહાકાર

Gautam Gambhir on Varun Chakravarthy: અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ સામેની પાંચમી T20માં પોતાની બેટિંગથી ધમાલ મચાવી દીધી હતી. અભિષેકે 54 બોલમાં 135 રનની તોફાની ઇનિંગ રમી. અભિષેકે પોતાની ઇનિંગમાં 13 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકારવામાં સફળતા મેળવી હતી. યુવા અભિષેક T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતનો બીજો બેટ્સમેન બન્યો. અભિષેકની ઇનિંગને કારણે જ ભારતીય ટીમ 247 રન બનાવી શકી. અભિષેકને તેની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો, તો બીજી તરફ, બોલિંગથી ધમાકેદાર પ્રદર્શન કરનાર વરુણ ચક્રવર્તીને પ્લેયર ઓફ ધ સીરિઝનો ખિતાબ આપવામાં આવ્યો હતો.


વરુણના કેચ પર ગૌતમ ગંભીર વિશ્વાસ ન કરી શક્યા

વરુણના કેચ પર ગૌતમ ગંભીર વિશ્વાસ ન કરી શક્યા

વરુણે આ આખા ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી અને કુલ 14 વિકેટ લેવામાં સફળ રહ્યો. પાંચમી T20માં વરુણે 2 વિકેટ લીધી હતી. એક તરફ વરુણે પોતાની બોલિંગથી ચમત્કાર તો કર્યો જ, પરંતુ બીજી તરફ, તેણે પાંચમી T20માં 2 કેચ પકડ્યા. એટલું જ નહીં, મેચ દરમિયાન તેણે બ્રાયડન કાર્સનો એવો કેચ પકડ્યો કે કોચ ગૌતમ ગંભીર પણ તેના પર વિશ્વાસ ન કરી શક્યા.

આ જ કારણ હતું કે વરુણનો કેચ જોયા બાદ તેમણે જે રીતે પ્રતિક્રિયા આપી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગંભીરની પ્રતિક્રિયા જોઈને અંદાજ લગાવી શકાય છે કે તેને બિલકુલ ખાતરી નહોતી કે વરુણ આવો કેચ લઈ શકે છે. આ ઘટના 8મી ઓવરના પહેલા બૉલ પર બની જ્યારે બ્રાયડન કાર્સે એરિયલ શૉટ માર્યો પરંતુ ચક્રવર્તીએ બાઉન્ડ્રી લાઇન નજીક બોલ કેચ કર્યો. આ કેચ સરળ નહોતો કારણ કે ચક્રવર્તીએ લાંબી દોડ લગાવીને કેચ પકડવાનો હતો. આ જ કારણ હતું કે ડગઆઉટમાં બેઠા ગંભીરે કેચ જોયા બાદ ચોંકાવનારી પ્રતિક્રિયા આપી.


મેચ પર એક નજર

મેચ પર એક નજર

મેચની વાત કરીએ તો, ભારતે પ્રથમ બેટિંગ કરીને સીમિત 20 ઓવરમાં 9 વિકેટે 247 રન બનાવ્યા, બીજી તરફ, ઇંગ્લેન્ડ ફક્ત 97 રન જ બનાવી શક્યું. ભારતીય ટીમ આ મેચ 150 રનથી જીતવામાં સફળ રહી. T20 આંતરરાષ્ટ્રીયમાં રનની દૃષ્ટિએ આ ભારતનો બીજો સૌથી મોટો વિજય રેકોર્ડ છે. આ પહેલા ભારતે ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવ્યું હતું, જે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં રનની દૃષ્ટિએ સૌથી મોટી જીતનો ભારતનો રેકોર્ડ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top