હવે વોટ્સએપ દ્વારા પણ વેક્સિન સ્લોટ બુક કરાવી શકાશે : જાણો શું છે પ્રક્રિયા

હવે વોટ્સએપ દ્વારા પણ વેક્સિન સ્લોટ બુક કરાવી શકાશે : જાણો શું છે પ્રક્રિયા

08/24/2021 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

હવે વોટ્સએપ દ્વારા પણ વેક્સિન સ્લોટ બુક કરાવી શકાશે : જાણો શું છે પ્રક્રિયા

નેશનલ ડેસ્ક:  હાલ ‘આરોગ્ય સેતુ’ અને ‘કોવિન’ પોર્ટલ ઉપર કોરોના વેક્સિન સ્લોટ બુક કરાવી શકાય છે. પરંતુ હવે વધુ એક વિકલ્પ ઉમેરાયો છે. હવે ઇન્સટન્ટ મેસેજિંગ એપ ‘વોટ્સએપ’ દ્વારા પણ વેક્સિન સ્લોટ બુક કરાવી શકાશે. બુકિંગની આખી સિસ્ટમ ચેટમાં જ ઉપલબ્ધ થશે.

આ અંગે જાણકારી ખુદ વોટ્સએપના હેડ વિલ કેથકાર્ટે આપી છે. તેમણે કહ્યું, ભારતના લોકોને વેક્સિન અપોઈન્ટમેન્ટ વોટ્સએપ દ્વારા મળી શકે તે માટે આજે અમે ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય અને My Gov સાથે ભાગીદારી કરી છે.’ આ સાથે તેમણે નંબર પણ શેર કર્યો છે.

યુઝર્સે કોન્ટેક્ટમાં જઈને MyGov Corona Helpdesk નંબર સેવ કરવાનો રહેશે. ત્યારબાદ વોટ્સએપમાં જઈને આ નંબર સર્ચ કરી ચેટબોક્સ ખોલવાનું રહેશે. ત્યારબાદ આ પ્રમાણે વેક્સિન સ્લોટ બુક કરી શકાશે.

-->ચેટ બોક્સમાં Hi લખતાની સાથે જ તે તમને ઘણા વિકલ્પો આપશે. જેમાંથી વિકલ્પ એક રસી સ્લોટ બુક કરવા માટેનો હશે.

--> દરેક વિકલ્પ સામે 1,2,3,4 જેવા નંબર લખવામાં આવશે… જે નંબરની સામે રસી સ્લોટ બુક કરવાનો કમાન્ડ હોય તેને ચેટ બોક્સમાં લખવાનો રહેશે.

-->ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ નંબર પર એક OTP આવશે. તમારે તેને 4 મિનિટની અંદર ચેટબોક્સમાં દાખલ કરવું આવશ્યક છે.

-->ઓટીપી દાખલ કર્યા બાદ કોવિન પર ઉપલબ્ધ તમામ માહિતી ચેટ પર આપવામાં આવશે. ઉદાહરણ તરીકે, તમને રસી ક્યારે મળી? આ સિવાય, એવી માહિતી પણ આવશે કે તમે તમારા કોવિન અકાઉન્ટ દ્વારા નોંધણી કરાવેલા લોકોની રસીકરણની સ્થિતિ શું છે વગેરે વગેરે.

-->આમાં પણ દરેક માહિતીની સામે એક નંબર લખવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોવિન અકાઉન્ટમાં 3 લોકો નોંધાયેલા છે, તો બધી માહિતી 1,2,3 નંબર સાથે આપવામાં આવશે. જેના માટે તમે સ્લોટ બુક કરવા માંગો છો, તે નંબર ચેટમાં લખવાનો રહેશે.

-->નંબર દાખલ કર્યા બાદ પિન કોડ દ્વારા સર્ચ કરવાનો ઓપ્ર્શ્ન આપવામાં આવશે.

-->જે-તે વિસ્તારનો પિન-કોડ દાખલ કર્યા બાદ તમને પેઈડ અથવા મફત રસી વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ મળશે.

-->બેમાંથી એક વિકલ્પ પસંદ કર્યા બાદ સ્લોટનો સમય પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. ઇચ્છિત સમય સ્લોટમાં ટાઇપ કર્યા પછી, રજિસ્ટર્ડ મોબાઇલ પર સ્લોટ કન્ફર્મ થયાનો મેસેજ આવી જશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top