Gujarat: અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટરના બદલે તાંત્રિકે કરી સારવાર, જુઓ વીડિયો

Gujarat: અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટરના બદલે તાંત્રિકે કરી સારવાર, જુઓ વીડિયો

12/19/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટરના બદલે તાંત્રિકે કરી સારવાર, જુઓ વીડિયો

Civil Hospital Ahmedabad Viral Video: અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાજેતરના કિસ્સામાં, એક તાંત્રિકે અમદાવાદની હૉસ્પિટલમાં જઈને દર્દીની સારવાર કરી. આ ઘટનાની રીલ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી રીલમાં લખવામાં આવ્યું છે કે ICUમાં ડૉક્ટરોને પરસેવો વળી ગયો હતો પરંતુ દર્દીની સારવાર થઈ શકી નહોતી, પરંતુ મુકેશ ભુવાજીની ખોડિયાર માતાએ ICUમાં પડેલા દર્દીને સંપૂર્ણ સ્વસ્થ બનાવી દીધો હતો.


તાંત્રિક વિરુદ્ધ FIR નોંધવામાં આવી

તાંત્રિક વિરુદ્ધ FIR નોંધવામાં આવી

ગુજરાતમાં આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે ગત સત્રમાં સરકારે અંધશ્રદ્ધાને ડામવા માટે વિધાનસભામાં બિલ પસાર કર્યું હતું. મામલો વેગ પકડ્યા બાદ હવે સિવિલ હૉસ્પિટલ તરફથી શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ભુવાએ વીડિયો વાયરલ કરીને સિવિલ હૉસ્પિટલ અને ડૉક્ટરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

સિવિલ હૉસ્પિટલ, સુપરિન્ટેન્ડન્ટ, ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું છે કે, ગઈ કાલે જે હૉસ્પિટલમાં ભુવાજીનો જે વીડિયો વાયરલ થયો, તેમાં સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગંભીર નોંધ લીધી છે. એ દર્દી વિશે સંપૂર્ણ જાણકારી મૂકી. જે વ્યક્તિ ખૂબ જ બીમાર હોય અને તેને વેન્ટિલેટર પરથી બહાર લાવવામાં આવે તે માટે ડૉક્ટરોની ટીમે ખૂબ જ મહેનત કરી હોવાથી તેમાં તાંત્રિક વિધિથી આ વ્યક્તિને સાજો કર્યો તેવી અંધશ્રદ્ધા ફેલાવનાર વીડિયો વાયરલ થયો છે, તેની સામે સિવિલ હૉસ્પિટલ તરફથી શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.'


મામલો આરોગ્ય મંત્રી સુધી પહોંચ્યો હતો

મામલો આરોગ્ય મંત્રી સુધી પહોંચ્યો હતો

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ અમદાવાદની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ શાહે જણાવ્યું હતું કે જે રીતે તાંત્રિક પરિવારના સભ્ય તરીકે હૉસ્પિટલમાં પહોંચ્યો હતો ત્યારબાદ હૉસ્પિટલમાં ફરીથી આવી કોઈ ઘટના ન બને તે માટે ઘણા નક્કર પગલાં લેવામાં આવશે. તેમણે અપીલ કરી છે કે સિવિલ હૉસ્પિટલમાં કોઈ વ્યક્તિએ આવી રીતે અંધ વિશ્વાસ ન ફેલાવવો જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top