ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન હોબાળો, ભીડે બંગાળના મુખ્યમંત્રીને રોકીને

ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન હોબાળો, ભીડે બંગાળના મુખ્યમંત્રીને રોકીને પૂછ્યા તીખા સવાલ

03/28/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન હોબાળો, ભીડે બંગાળના મુખ્યમંત્રીને રોકીને

Mamata Banerjee Heckled By Students During Speech At Oxford Event: ઓક્સફર્ડ યુનિવર્સિટીની કેલોગ કોલેજમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપેલા ભાષણ દરમિયાન ભારે હોબાળો થઈ ગયો હતો. સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના વિદ્યાર્થી નેતાઓએ 'ગો બેક'ના નારા લગાવ્યા અને આર.જી. કર મેડિકલ કોલેજને લગતા મુદ્દે પ્રશ્નો પૂછ્યા. વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં મમતા બેનર્જીએ કહ્યું કે, 'આ મામલો કોર્ટમાં છે, આ કેસ કેન્દ્ર સરકાર પાસે છે. અહીં રાજકારણ ન કરો, આ પ્લેટફોર્મ રાજકારણ માટે નથી. તમે ખોટું બોલી રહ્યા છો, આને રાજકીય પ્લેટફોર્મ ન બનાવો. તમે બંગાળ જાવ અને તમારી પાર્ટીને વધુ મજબૂત કરો. આ દરમિયાન મમતા બેનર્જીએ ભીડ તરફ એક તસવીર બતાવતા કહ્યું કે, મારી આ તસવીર જુઓ, કેવી રીતે મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો.


શ્રોતાઓના પ્રશ્નોથી ઘેરાયા મમતા

શ્રોતાઓના પ્રશ્નોથી ઘેરાયા મમતા

આ સિવાય, જ્યારે મમતા બેનર્જીએ દાવો કર્યો કે બંગાળમાં લાખો કરોડના રોકાણની દરખાસ્તો આવી છે, ત્યારે એક દર્શકે તેમને ચોક્કસ રોકાણોનું નામ પૂછ્યું. જેના પર મમતાએ જવાબ આપ્યો, 'ઘણા છે...' તેઓ વિસ્તૃત રીતે જણાવે તે પહેલાં, અન્ય લોકોએ તે વ્યક્તિને મૌન રહેવા કહ્યું, દલીલ કરી કે આ પ્રેસ કોન્ફરન્સ નથી.

મમતા બેનર્જીએ કહ્યું કે તેને પોતાના વિચારો વ્યક્ત કરવાની તક આપવી જોઈએ. તમે મને બોલવા દો. તમે મારું નહીં, પણ તમારી સંસ્થાનું અપમાન કરી રહ્યા છો. આ લોકો દરેક જગ્યાએ આવું કરે છે, હું જ્યાં પણ જાઉં છું. હું દરેક ધર્મને સમર્થન આપું છું. હું હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેકનું સન્માન કરું છું. માત્ર એક જ જ્ઞાતિના નામ ન લો, બધાનું લો. તમે લોકો જે કરી રહ્યા છો તે બરાબર નથી. મારા અતિ ડાબેરી અને કોમવાદી મિત્રો, આ રાજકારણ ન કરો.


'હું માત્ર જનતા સમક્ષ માથું નમાવીશ'

'હું માત્ર જનતા સમક્ષ માથું નમાવીશ'

જ્યારે કેટલાક દર્શકોએ 'ગો અવે'ના નારા લગાવ્યા ત્યારે મમતા બેનર્જીએ આત્મવિશ્વાસથી કહ્યું કે, 'દીદીને કોઈ ફરક પડતો નથી. દીદી વર્ષમાં 2 વાર આવશે અને રોયલ બંગાળ ટાઈગરની જેમ લડશે. આ સિવાય તેમણે કહ્યું કે, 'જો તમે કહેશો, તો હું તમારા કપડાં ધોઈશ, તમારા માટે ભોજન બનાવીશ. પણ જો કોઈ મને ઝૂકાવવાનો પ્રયાસ કરશે કે બળજબરી કરવાનો પ્રયાસ કરે તો હું ઝૂકીશ નહીં. હું માત્ર જનતા સમક્ષ માથું નમાવીશ.


SFI-UKએ પ્રદર્શનની જવાબદારી લીધી

SFI-UKએ પ્રદર્શનની જવાબદારી લીધી

SFI-UK (સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા-UK)એ આ વિરોધની જવાબદારી લીધી છે. સંગઠને પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટમાં લખ્યું કે, 'અમે પશ્ચિમ બંગાળના વિદ્યાર્થીઓ અને મજૂર વર્ગના સમર્થનમાં મમતા બેનર્જી અને TMCના ભ્રષ્ટ, અલોકતાંત્રિક શાસન સામે અમારો અવાજ ઉઠાવી રહ્યા છીએ. આ સમગ્ર ઘટનાએ પશ્ચિમ બંગાળનું રાજકારણ ફરી એકવાર ચર્ચામાં લાવી દીધું છે, ખાસ કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિદેશ પ્રવાસ દરમિયાન થઈ રહેલા વિરોધ પ્રદર્શનો પર નવી રીતે બહેસ છેડી દીધી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top