Manipur Violence: મણિપુર હિંસા માટે CM બિરેન સિંહે માગી માફી, જાણો શું બોલ્યા-Video

Manipur Violence: મણિપુર હિંસા માટે CM બિરેન સિંહે માગી માફી, જાણો શું બોલ્યા-Video

12/31/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

Manipur Violence: મણિપુર હિંસા માટે CM બિરેન સિંહે માગી માફી, જાણો શું બોલ્યા-Video

CM Biren Singh On Manipur Violence: મણિપુર હિંસા માટે CM બિરેન સિંહે માફી માગી છે. તેમણે વર્ષ 2024ને કમનસીબીથી ભરેલું ગણાવ્યું છે. CM બિરેન સિંહે કહ્યું કે, તેઓ 3 મે (2023) થી આજ સુધી રાજ્યની જનતાની માફી માગે છે. આ આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે. તેમણે કહ્યું કે હું દિલગીર છું અને ગત 3 મેથી આજ સુધી રાજ્યની જનતાની માફી માગવા માગુ છું. ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે.

તેમણે કહ્યું કે, ઘણા લોકોએ તેમના ઘર છોડી દીધા છે. મને ખરેખર લાગે છે કે હું હવે છેલ્લા 3-4 મહિનાની પ્રગતિ જોઈને હું આશા રાખું છું કે નવા વર્ષ 2025થી રાજ્યમાં સામાન્ય સ્થિતિ અને શાંતિ પુનઃસ્થાપિત થઈ જશે. હું રાજ્યના તમામ સમુદાયોને અપીલ કરવા માગુ છું કે જે પણ થયું તે થયું, આપણે બધાએ ભૂતકાળની ભૂલોને ભૂલીને શાંતિપૂર્ણ મણિપુર માટે સાથે મળીને નવું જીવન શરૂ કરવું પડશે. એક શાંતિપૂર્ણ મણિપૂર, એક સમૃદ્વ મણિપુર માટે આપણે બધાએ એક સાથે રહેવું જોઇએ.


CMએ જણાવ્યું કે મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત થયા

CMએ જણાવ્યું કે મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત થયા

CM એન. બિરેન સિંહે કહ્યું કે, "અત્યાર સુધીમાં, કુલ 200 લોકો માર્યા ગયા છે અને લગભગ 12,247 FIR નોંધવામાં આવી છે અને 625 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વિસ્ફોટક સહિત લગભગ 5,600 હથિયારો અને લગભગ 35,000 દારૂગોળા જપ્ત કરવામાં આવ્યા છે, કેન્દ્ર સરકારે પર્યાપ્ત પુરવઠો પૂરો પાડ્યો છે. સુરક્ષા કર્મચારીઓ અને વિસ્થાપિત પરિવારોને મદદ કરવા અને વિસ્થાપિત વ્યક્તિઓ માટે નવા મકાનો બાંધવા માટે પૂરતું ભંડોળ પ્રદાન કર્યું છે."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top