સુરત: ક્રેઇન નામી જતા સુરતમાં દુર્ઘટના, એક શ્રમિકનું મોત, પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કઇ રીતે બની

સુરત: ક્રેઇન નામી જતા સુરતમાં દુર્ઘટના, એક શ્રમિકનું મોત, પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કઇ રીતે બની ઘટના

03/19/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત: ક્રેઇન નામી જતા સુરતમાં દુર્ઘટના, એક શ્રમિકનું મોત, પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કઇ રીતે બની

Surat: સુરતમાં ક્રેનનો ભાગ તૂટી પડતા 2 શ્રમિકો દબાયા હતા. જેમાંથી એક શ્રમિકનું મોત થયુ છે, અન્ય એક શ્રમિક ઇજાગ્રસ્ત થયો છે. ઉધના વિસ્તારના ખરવરનગરમાં આ દુર્ઘટના ઘટી હતી. ક્રેન ચાલકની બેદરકારીથી દુર્ઘટના બન્યાનો આક્ષેપ છે. ઇજાગ્રસ્ત શ્રમિકને સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, સુરતના ઉધના ખરવરનગરમાં ખાડીની સાફ સફાઈ કરવામાં આવી રહી છે, ત્યારે આજે સવારે 8:૦૦ વાગ્યે એક દુર્ઘટના સર્જાઇ હતી. વજનવાળો સળિયો ઉઠાવતા ક્રેન નમી ગઇ હતી, જેને કારણે 2 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા, તેમાંથી એકનું ઘટનાસ્થળે મોત થઇ ગયું હતું. જ્યારે અન્ય એકની હાલત ગંભીર છે, જેને સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળવામાં આવ્યો છે.


શ્રમિકોઓ કોન્ટ્રાક્ટ કંપની પર લગાવ્યો આ આરોપ

શ્રમિકોઓ કોન્ટ્રાક્ટ કંપની પર લગાવ્યો આ આરોપ

શ્રમિકોએ આરોપ લગાવ્યો છે કે, કોન્ટ્રાક્ટ કંપની દ્વારા શ્રમિકોને કોઈપણ જાતની સેફ્ટી આપવામાં આવી નહોતી.  આ ઘટનાને લઇને ત્યાં કામ કરતા ધર્મેન્દ્રકુમારે જણાવ્યું હતું કે, આજે સવારે અમે 8:00 વાગ્યે ખાડીમાં સફાઈ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે વજનદાર સળિયો ક્રેન વડે ઉચકવાનો હતો, પરંતુ તેનો વજન વધારે હોવાના કારણે પહેલા તેને કાપવાનો હતો, એટલે અમે સળિયો કાપવાનું મશીન લેવા માટે ગયા હતા.

આ દરમિયાન અચાનક જ ક્રેન ચાલકે સળિયો ઉઠાવી લેતા ક્રેન નમી ગઈ હતી અને ત્યાં ઉભા રહેલા 2 શ્રમિકો દબાઈ ગયા હતા. જેમાંથી એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેને નવી સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકની ઓળખ રામ સુભાષ બાલગોવિંદ તરીકે થઇ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના લખીનપુર જિલ્લાનો રહેવાસી છે. હાલમાં આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top