સુરતમાં ફરી એકવાર ગ્રીષ્માવાળી ઘટના; એક તરફી પ્રેમમાં પાગલ યુવકનો તીક્ષ્ણ હથિયાર વડે સગીરા પર હ

સુરતમાં ફરી એકવાર ગ્રીષ્માવાળી ઘટના; એક તરફી પ્રેમમાં પાગલ યુવકનો તીક્ષ્ણ હથિયાર વડે સગીરા પર હુમલો

10/06/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં ફરી એકવાર ગ્રીષ્માવાળી ઘટના; એક તરફી પ્રેમમાં પાગલ યુવકનો તીક્ષ્ણ હથિયાર વડે સગીરા પર હ

સુરત શહેરમાં ફરી એકવાર ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવી ઘટના બનતા બનતા રહી ગઈ છે. પાંડેસરાના ગૌરીનગર વિસ્તારમાં 14 વર્ષની સગીરા પર એક તરફી પ્રેમમાં પાગલ યુવકે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જોકે, સગીરાએ મોઢું ફેરવી લેતા ગાલ ઉપર ઇજા પહોંચી છે. સગીરાના ગાલ પર 17 જેટલા ટાંકા આવ્યા છે. હાલ આરોપીને પકડવા માટે પોલીસ સક્રિય બની છે.


એકતરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યો હુમલો

એકતરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યો હુમલો

ગુજરાતનો સૌથી ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવી વધુ એક ઘટના સુરતમાં થતા થતા રહી ગઈ છે. મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરાના ગૌરીનગરમાં રહેતી અને ધોરણ 8માં અભ્યાસ કરતી 14 વર્ષની સગીરાને છેલ્લા ઘણા સમયથી કાલુ નામનો યુવક વાત કરવા માટે અને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જોકે, સગીરા યુવકના તાબે ન થતાં યુવકે તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.


ગાલ પર 17 જેટલા ટાંકા લેવા પડ્યા

ગાલ પર 17 જેટલા ટાંકા લેવા પડ્યા

આરોપીએ સગીરાના ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જોકે, સગીરાએ બચવા માટે તેની ગરદન હટાવી લેતા તીક્ષ્ણ હથિયાર ગાલ ઉપર વાગ્યું હતું. જેમાં તેને ચહેરાના ભાગે 17 જેટલા ટાંકા લેવા પડ્યા છે. કિશોરીના માતા-પિતાએ આ બનાવની જાણ પોલીસને કરતા પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.


આરોપીએ 2-3 વખત કરી હતી છેડતી

આરોપીએ 2-3 વખત કરી હતી છેડતી

આ અંગે પાંડેસરાના પી.આઈ ડી.યુ. સાનેસરાએ જણાવ્યું કે, કાલુ નામનો આરોપી પાંડેસરા વિસ્તારનો રહેવાસી નથી પરંતુ તે છેલ્લા કેટલાક દિવસોથી 14 વર્ષીય કિશોરીનો પીછો કરતો હતો. તેને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. આરોપી કિશોરીના એકતરફી પ્રેમમાં પાગલ હોવાનું જાણવા મળ્યું છે. આરોપી કાલુ પીડિત કિશોરીના ઘરની સામે રહેતા ઉમેશ નામના વ્યક્તિના ઘરે આવતો જતો હતો. તે અગાઉ પણ બેથી ત્રણ વખત કિશોરીની છેડતી કરી ચૂક્યો છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે આરોપી મહારાષ્ટ્ર ભાગી ગયો છે. જોકે, ટીમે આરોપીના ભાઈની અટકાયત કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top