પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ દરમિયાન ફાયરિંગ, આટલા લોકોના મોત, 60થી વધુ ઇજાગ્રસ્ત
પાકિસ્તાન આજે એટલે કે 14 ઓગસ્ટના રોજ તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ પ્રસંગે કરાચી શહેરમાં ખુશી શોકમાં ફેરવાઈ ગઈ. ઉજવણી દરમિયાન થયેલા ગોળીબારમાં 8 વર્ષની બાળકી અને એક વૃદ્ધ નાગરિક સહિત 3 લોકોના મોત થઈ ગયા છે. ગોળીબારમાં 60થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જિયો ન્યૂઝે એક અધિકારીના સંદર્ભે આ સમાચાર આપ્યા છે.
સ્થાનિક મીડિયા અનુસાર, અઝીઝાબાદમાં જ્યારે એક નાની છોકરી ગલીમાં ફરી રહી હતી તો તેને ગોળી વાગી હતી અને તેનું મોત નીપજ્યું હતું. કોરંગીમાં સ્ટીફન નામના વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે. સ્થાનિક પોલીસ અનુસાર, કરાચીના ઘણા વિસ્તારોમાં ફાયરિંગની ઘટનાઓ નોંધાઈ છે. તેમાં મુખ્યત્વે લિયાકતાબાદ, કોરંગી, લ્યારી, મહમૂદાબાદ, અખ્તર કોલોની, કેમારી, જેક્સન, બાલ્ડિયા, ઓરંગી ટાઉન અને પાપોશ નગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. તો, શરીફાબાદ, ઉત્તર નાઝીમાબાદ, સુરજની ટાઉન, ઝમાન ટાઉન અને લાંધી જેવા વિસ્તારો પણ આનાથી પ્રભાવિત થયા છે.
આ ગોળીબારમાં ઇજાગ્રસ્ત લોકોને સિવિલ, જિન્ના અને અબ્બાસ શહીદ હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે ઝડપથી કાર્યવાહી કરી છે અને વિવિધ વિસ્તારોમાંથી 20થી વધુ શંકાસ્પદોની ધરપકડ કરી છે. તેમની પાસેથી આધુનિક હથિયારો અને ગોળીઓ મળી આવી છે. પોલીસે કહ્યું છે કે તેમનું ઓપરેશન ચાલુ છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ સનારોહ દરમિયાન દર વર્ષે ફાયરીંગણી ઘટના સામે આવે છે. વર્ષ 2024માં પણ આવી ઘટના સામે આવી હતી. તેમાં એક બાળકનું મોત થયું હતું અને 95 કરતાં વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ARY ન્યૂઝના રિપોર્ટ મુજબ વર્ષ 2024માં કરાચી શહેરમાં થયેલી ફાયરીંગની અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા હતા. આ ઘટનાઓમાં 233 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp