‘આતંકી બે પ્રકારના હોય છે...’, જાણો દિલ્હી બ્લાસ્ટ પર આવું કેમ બોલ્યા કોંગ્રેસનાં નેતા ચિદમ્બરમ?
લાલ કિલ્લા પાસે થયેલા આતંકવાદી હુમલા બાદ ભૂતપૂર્વ ગૃહમંત્રી અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે ફરી એકવાર ‘ઘરેલુ આતંકવાદ’નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે ભારતને 2 પ્રકારના આતંકવાદીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક જે વિદેશમાં તાલીમ લઈને આવે છે અને બીજા દેશમાં જ ખીલી રહ્યા છે.
ચિદમ્બરમે ટ્વિટર પર લખ્યું કે, ‘મેં પહેલગામ હુમલા અગાઉ અને બાદમાં પણ એવું જ કહેતો આવ્યો છે કે બે પ્રકારના આતંકવાદીઓ હોય છે: વિદેશમાંથી તાલીમ લઈને ઘુસણખોરી કરનારા આતંકવાદી અને ઘરેલુ આતંકવાદી. મેં સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન પણ આ જ વાત કહી હતી. સ્થાનિક આતંકવાદીઓનો ઉલ્લેખ કરવા બદલ મારી મજાક ઉડાવવામાં આવી હતી અને ટ્રોલ કરવામાં આવ્યો હતો.’
તેમણે આગળ લખ્યું, ‘જોકે, મારે કહેવું જોઇએ કે સરકાર આ અંગે મૌન રહી છે કારણ કે સરકાર જાણે છે કે ઘરેલુ આતંકવાદીઓ પણ હોય છે. આ ટ્વિટનો હેતુ પોતાને પૂછવાનો છે કે કયા સંજોગો ભારતીય નાગરિકો, શિક્ષિત લોકોને પણ આતંકવાદી બનાવી દે છે.’
તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્ર સરકારે 10 નવેમ્બરના દિલ્હી બોમ્બ વિસ્ફોટોની નિંદા કરી છે અને તપાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો છે. વિસ્ફોટમાં 12 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને તપાસ એજન્સીઓને ઝડપી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
કેન્દ્ર સરકારે દિલ્હી બોમ્બ વિસ્ફોટોને આતંકવાદી ઘટના ગણાવી છે. સરકારે જણાવ્યું છે કે આ ઘટના એક જઘન્ય ગુનો છે. મંત્રીમંડળે ઝડપી તપાસનો પણ આદેશ આપ્યો હતો. આ સંદર્ભમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં કેન્દ્ર સરકારે લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટને આતંકવાદી ઘટના ગણાવી અને શોક વ્યક્ત કર્યો હતો. મંત્રીમંડળે હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની યાદમાં 2 મિનિટનું મૌન પણ પાળ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp